ભુજની આ દીકરીએ ટ્યુશન વગર ૧૨ સાયન્સમાં ૯૮ પર્સેન્ટાઇલ રેન્ક મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું….
આજના સમયમાં બધા જ લોકો માટે અભ્યાસ કરવો ઘણો જરૂરી બની ગયો છે અને અભ્યાસ કરીને બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધતા હોય છે. આજે આપણે એક એવી જ દીકરી વિષે જાણીએ જેને હાલમાં ૧૨ સાયન્સની પરીક્ષામાં કોઈ પણ ટ્યુશન વગર ૯૮ પર્સેન્ટાઇલ રેન્ક મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
આ દીકરી કચ્છની છે.આજે બધા જ વાલિયો તેમના બાળકોને આગળ ભણાવવા માટે સારી સારી શાળાઓમાં મુકતા હોય છે જેથી તેમના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. સાથે સાથે તેમના બાળકોને વધુ શિક્ષણ મળે તેની માટે ટ્યુશન પણ કરાવતા હોય છે.
આજે આપણે કચ્છના ભુજમાં આવેલી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી મિત્તલબેન જેઓ ૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી.જે સાયન્સના બી ગ્રુપમાં ૮૪ ટકા ગુણ સાથે ૯૮.૮૯ પર્સેન્ટાઇલ રેન્ક મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
સાથે સાથે ગુજકેટમાં પણ ૧૨૦ માંથી ૧૦૫.૫ ગુણ મેળવ્યા છે. જેમાં મહત્વની વાત તો એ છે કે આ દીકરીએ ઘરેથી જ મહેનત કરી છે. કોઈ પણ જાતનું ટ્યુશન કરાવ્યું નથી અને રોજે રોજ શાળામાં જે શિક્ષકો અભ્યાસ કરાવતા તે શીખીને ઘરે આવીને તેનું પુનરાવર્તન કરતી હતી.
સાથે સાથે રોજની આઠ કલાક મહેનત કરતી હતી અને જો તેને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો બીજે દિવસે શાળામાં જઈને શિક્ષકો જોડે વાત કરતી હતી. આજે બધા જ પરિવારો તેમના બાળકોના ટ્યુશનની આવડી મોટી ફી નથી ભરી શકતા અને એવામાં પણ આ બાળકો વગર ટ્યુશને સારા માર્ક્સ મેળવીને માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે.
નોધ :- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.