ભાવનગરની ૧૬ વર્ષની દીકરીએ કાકાને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો,આખા ગામની આંખ ભીની થઈ…. – GujjuKhabri

ભાવનગરની ૧૬ વર્ષની દીકરીએ કાકાને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો,આખા ગામની આંખ ભીની થઈ….

અત્યારના આધુનિક સમયમાં દેશભરમાં અનેક પ્રકારની એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ.

જે ઘટના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામમાં સગીરાની હત્યા થતા ગામમાં તમામ લોકો હચમચી ઉઠયા છે.ગામના તમામ લોકો ભીની આંખે સગીરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા.જે અંતિમ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અંતિમ યાત્રા સમયે ગામના દરેક રસ્તા અને ચોકમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જે સગીરાની હત્યા પાછળનું કારણ એવું છે કે જે ગામમાં ખાનગી કંપનીનું મોબાઈલ ટાવર ઉભું કરવામાં આવ્યું હતું.

જેના પૈસાના મામલે ગામના પૂર્વ સરપંચ અને આરોપીઓ વચ્ચે ઝગડો થયો હતો.જયારે આરોપી પૂર્વ સરપંચ પર હુમલો કરી રહ્યા હતા ત્યારે તેમના નજીકમાં રહેતી તેમની ભત્રીજી રાધિકા કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી.જેમાં આરોપીઓએ રાધિકાને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી.

જે દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેના પગલે ગામમાં અણબનાવ ન બને તે માટે અંતિમ યાત્રા પહેલા ગામના ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ભાવનગર SP પણ પોતે વરલ ગામમાં પહોંચી ગયા હતા.

જયારે ગામની દીકરીની અંતિમ યાત્રામાં દરેક લોકોએ આખું ગામ બંધ કરીને જોડાયા હતા.ભાવનગર પોલીસએ આ ઘટના અંગે ગુન્હો નોંધી આરોપીઓની ધડપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.