ભાવનગરના લાખાણી પરિવારે માં- બાપ વગરની ૫૫૧ અનાથ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવીને તેમનું કન્યાદાન કરીને પિતાની ફરજ પુરી કરી…. – GujjuKhabri

ભાવનગરના લાખાણી પરિવારે માં- બાપ વગરની ૫૫૧ અનાથ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવીને તેમનું કન્યાદાન કરીને પિતાની ફરજ પુરી કરી….

દરેક દીકરીઓનું સપનું હોય છે કે તેમના લગ્નમાં દરેક માતા પિતા તેમના હાથે તેમનું કન્યાદાન કરે પણ બધી દીકરીઓ નસીબદાર નથી હોતી. કારણ કે ઘણી એવી પણ દીકરીઓ હોય છે જેમના માતા પિતા નથી હોતા એટલે તે દીકરીઓનું લગ્ન કરવાનું સપનું અધૂરું રહી જતું હોય છે. બીજી બાજુ ઘણા એવા પણ લોકો હોય છે જે આવી દીકરીઓના દુઃખ ઓછા કરવાનું કામ પણ કરતા હોય છે.

હાલમાં એક તેવી જ ઘટના ભાવનગરમાંથી સામે આવી હતી, ભાવનગરના લાખાણી પરિવારએ જે દીકરીઓએ છેલ્લા ઘણા સમયથી માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી તેવી દીકરીઓના માતા પિતા બનીને તેમની ફરજ નિભાવી હતી, ગઈકાલના રોજ લાખાણી પરિવારએ ૫૫૧ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.

તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં માં બાપ વગરની અનાથ ૫૫૧ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું નામ પાપાની પરી રાખવામાં આવ્યું હતું, લાખણી પરિવારમાં રહેતા દિનેશ ભાઈ અને સુરેશ ભાઈએ આ દીકરીઓ માટે પિતાની ફરજ નિભાવી હતી.

બધી દીકરીઓના લગ્ન વાજતે ગાજતે ધામધૂમથી કરાવીને માતાપિતાની ફરજ નિભાવી હતી અને તેની સાથે દીકરીઓને કરિયાવરમાં ૧૦૨ વસ્તુઓ આપી હતી, આ સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા, આ સમૂહ લગ્નમાં નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી અને લગ્ન કરેલા નવા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.