ભાવનગરના આ ખેડૂત દીકરાએ કેબીસીમાં હોટ સીટ પર બેસીને અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપીને ૨૫ લાખ રૂપિયાની રકમ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો. – GujjuKhabri

ભાવનગરના આ ખેડૂત દીકરાએ કેબીસીમાં હોટ સીટ પર બેસીને અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપીને ૨૫ લાખ રૂપિયાની રકમ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો.

હાલના ચાલી રહેલા સમયમાં જ્યાં જુઓ ત્યાં આ યુવાનની ચર્ચા થઇ રહી છે, આ યુવાન ભાવનગરના આનંદનગર વિસ્તારના શ્રમજીવી સોસાયટીમાં રહેતો હતો, આ યુવાનનું નામ વિમલ કાંબડ હતું, વિમલ એક મધ્યમ વર્ગના પરિવારનો દીકરો હતો અને હાલમાં વિમલના અચાનક જ કિસ્મતના દરવાજા ખુલી ગયા હતા, હાલમાં વિમલએ કેબીસીની રમતમાં જે રકમ જીતી હતી તે જાણીને દરેક લોકો ખુશ થઇ ગયા હતા.

વિમલનું અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવાનું સ્વપન સખત મહેનત સાથે સાકાર થયું હતું, વિમલ ફાસ્ટેસ્ટ ફિંગર ફસ્ટમાં જીતી ગયો હતો તે પછી વિમલએ ૧૬ અને ૧૭ ઓગસ્ટના રોજ બિગ બી સામે હોટ સીટ પર બેસીને વિમલએ સવાલોના જવાબ આપ્યા હતા, ત્યારબાદ વિમલએ આ એપિસોડના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું.

હવે મારા લગ્ન માટે કોઈ ના પાડે તેવું શક્ય જ નથી કારણ કે અમિતાભ બચ્ચનએ મારુ માર્કેટિંગ કર્યું હતું, વિમલએ કેબીસીની રમતમાં તેર પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા અને જયારે ચૌદમોં પ્રશ્ન પૂછ્યો તે પચાસ લાખ રૂપિયાનો હતો પણ વિમલએ ચૌદમાં પ્રશ્નથી આ ગેમ છોડી દીધી હતી અને વિમલ ૨૫ લાખ રૂપિયા જીતીને વિજેતા બન્યો હતો.

વિમલ ધોળકા ખાતે આવેલ કોર્ટમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા અને તેની સાથે સાથે કેબીસીમાં જોડાઈને વિમલએ તેનું અધૂરું સપનું સાકાર કર્યું હતું, વિમલના પિતા નારણભાઇ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને વિમલના પરિવારની પરિસ્થિતિ ખુબ જ સામાન્ય હતી અને આજે વિમલે આ મોટી સફળતા મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું.