ભારતીને હું ન બચાવી શક્યો એમ કહીને સોનુ સુદ ખુબ રડ્યા, હવે બીજી કોઈ ભારતીને મળવા નહીં દઉં. – GujjuKhabri

ભારતીને હું ન બચાવી શક્યો એમ કહીને સોનુ સુદ ખુબ રડ્યા, હવે બીજી કોઈ ભારતીને મળવા નહીં દઉં.

સોનુ સુદ રિયલ લાઈફ હીરો છે. લોકડાઉનના સમયમાં હજારો મજૂરોને મદદ કરવા માટે પોતાના લખો રૂપિયા વહાવી દીધા હતા. અત્યારે પણ સોનુ સુદ ગરીબ લોકોને જરૂરી મદદ કરી રહ્યા છે.

પછી કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાના હોય કે ICU બેડ ઉપલબ્ધ કરવાના હોય. લોકોની મદદ કરવા માટે સોનુ સુદે કોઈ કસર નથી છોડી રહ્યા. લોકોને સરકારથી વધારે સોનુ સુદ પર ભરોસો છે.

આ કપરા સમયમાં સોનુ સુદ ઘણા લોકોનો જીવ બચાવ્યો છે. થોડા દિવસો પહેલા સોનુ સુદે 25 વર્ષની છોકરીને ભારતીને સારવાર માટે પ્લેન દ્વારા નાગપુરથી હૈદરાબાદ મોકલી હતી. સોનુ સુદે આજે ટ્વિટ કરીને માહિતી આપી કે આજે ભરતીનું મૃત્યુ થયું છે. કોરોનાના કારણે ભારતીના ફેફસા 80 ટકા ઈનફેક્ટ થઇ ગયા હતા.

આ માટે સોનુ સુદે પ્લેન દ્વારા ભારતીને તાત્કાલિક સારવાર નાગપુરથી હૈદરાબાદ મોકલી હતી. તેને ત્યાં સારવાર આપવામ આવી હતી પણ ભારતીને બચાવી ન શકાઈ. હૈદરાબાદમાં છેલ્લા 1 મહિનાથી સારવાર ચાલી રહી હતી

આ બધો ખર્ચ સોનુ સુદ દ્વારા કરવામાં આવતો હતો. સોનુ સુદે કહ્યું કે આજે મારુ દિલ ખુબજ દુઃખી થયું છે કારણ કે હું તેને નહિ બચાવી શક્યો. સોનુ સુદે કહ્યું કે હું જરૂરિયાત મંદ લોકોને મદદ કરીશ ભારતી જેવા અનેક લોકોને હું બચાવીશ.