ભારતમાં લોન્ચ થઈ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર,ફક્ત આટલા રૂપિયા ભરીને મળી રહી છે આ કાર,એકવાર ચાર્જમાં ચાલશે આટલા કિલોમીટર….. – GujjuKhabri

ભારતમાં લોન્ચ થઈ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર,ફક્ત આટલા રૂપિયા ભરીને મળી રહી છે આ કાર,એકવાર ચાર્જમાં ચાલશે આટલા કિલોમીટર…..

ભારતમાં ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં નવી એન્ટ્રી થઈ છે.ભારતીય સ્ટાર્ટઅપ PMV ઇલેક્ટ્રિકે બુધવારે દેશની સૌથી નાની અને સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે.કંપનીએ આ કારને EaS-Eના નામથી માર્કેટમાં લોન્ચ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લંબાઈમાં સુઝુકી અલ્ટો કરતા પણ નાની છે.આ એક માઈક્રો સાઈઝની ઇલેક્ટ્રિક કાર છે.જે ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર પણ છે.તેની કિંમત 4.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

આ કિંમત પ્રથમ 10,000 ગ્રાહકો માટે લાગુ થશે.તેને PMV વેબસાઇટ પરથી ₹2,000માં બુક કરી શકાય છે.PMV તેના લોન્ચિંગ પહેલા જ લગભગ 6,000 બુકિંગ કરી ચૂકી છે.PMV EaS-E ના દેખાવ વિશે વાત કરીએ તો PMVની આ ઇલેક્ટ્રિક કાર ગોળાકાર હેડલેમ્પ્સ સાથે ખૂબ જ યુનિક દેખાય છે.તેમાં LED લાઈટ બાર છે.જે આગળના ભાગમાં વિસ્તરે છે.

તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm અને કર્બ વજન લગભગ 550 kg છે.ફીચર લિસ્ટમાં ડિજિટલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ,યુએસબી ચાર્જિંગ પોર્ટ,એર કન્ડીશનીંગ,રીમોટ કીલેસ એન્ટ્રી અને રીમોટ પાર્ક આસિસ્ટ,ક્રુઝ કંટ્રોલ,એરબેગ્સ તેમજ સીટ બેલ્ટનો સમાવેશ થાય છે.તે વિવિધ રાઇડિંગ મોડ્સ,બ્લૂટૂથ કનેક્ટિવિટી,ઓનબોર્ડ નેવિગેશન,મ્યુઝિક કંટ્રોલ એક્સેસ અને કનેક્ટેડ સ્માર્ટફોન પર કૉલ કંટ્રોલ પણ આપે છે.

કારની સાથે 3 kW AC ચાર્જર પણ આપવામાં આવી રહ્યું છે.તેની મોટર 13 hp પાવર અને 50 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.કારની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક છે.તે 5 સેકન્ડની અંદર 0 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે છે.PMV EaS-E સિંગલ ચાર્જ પર 200 કિમી સુધીની રેન્જ ઓફર કરશે.તેને ચાર કલાકમાં સંપૂર્ણ રિચાર્જ કરી શકાય છે.આ માઇક્રો કારને કોઈપણ 15A આઉટલેટથી ચાર્જ કરી શકાય છે.