ભાભી જી ઘર પર હૈ,સિરિયલના કલાકારે એક વર્ષના પુત્રને છોડીને દુનિયાને કહ્યું અલવિદા,હવે કોણ ચલાવશે ઘર…. – GujjuKhabri

ભાભી જી ઘર પર હૈ,સિરિયલના કલાકારે એક વર્ષના પુત્રને છોડીને દુનિયાને કહ્યું અલવિદા,હવે કોણ ચલાવશે ઘર….

ભાભી જી ઘર પર હૈ ફેમ દિપેશ ભાનના આકસ્મિક નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી ઊંડા આઘાતમાં છે.હજુ પણ લોકો માની શકતા નથી કે દિપેશ ભાન હવે આપણી વચ્ચે નથી.ક્રિકેટ રમતા દિપેશ ભાન અચાનક પડી જતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.દિપેશના આ આકસ્મિક અવસાન બાદ તેમના પરિવારની હાલત કફોડી છે.

દિપેશ ભાનની માતાનું 7 મહિના પહેલા જ અવસાન થયું હતું.હવે 11 મે 1981ના રોજ જન્મેલા દિપેશ ભાને 41 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.દિપેશ ભાન સંપૂર્ણપણે ફિટ હતા અને તેમના સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખતા હતા.તેમની સાથે કામ કરનાર તમામ સહ-અભિનેતાઓનું કહેવું છે કે તે જીમમાં ગયા બાદ ક્રિકેટ રમવા આવ્યા હતા કારણ કે શૂટિંગ શરૂ થવામાં થોડો સમય બાકી હતો અને આ તેમની દિનચર્યા હતી.

દિપેશ ભાને કવિતા કૌશિક સાથે FIR,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘મે આઈ કમ ઈન મેડમ?’માં પણ કામ કર્યું હતું.’ભાભી જી…’માં તેમના સંવાદો લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.અલીગઢની બ્રિજ ભાષામાં દીપેશ ભાનના સંવાદો,’કા ચલો હૈ?’,’કા હોરો હૈ?’ એ પંચલાઈન હતી જેણે તેમના પાત્રને પ્રખ્યાત બનાવ્યું હતું.

દિપેશે તેમના એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેમણે દિલ્હીમાં થિયેટરના દિવસોમાં બ્રજભાષા શીખી હતી.તે સમયે એક શિક્ષકે તેમને વિવિધ ભાષાઓ સમજવાની સલાહ આપી હતી.ટીવી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ના ઓડિશન દરમિયાન દિપેશ તેમના પાત્ર માટે બ્રજ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને નિર્દેશક શશાંક બાલીને તે એટલી પસંદ આવી હતી કે તરત જ તેમની પસંદગી કરવામાં આવી હતી.

દિલ્હીમાં જન્મેલા દિપેશ ભાને સ્નાતક થયા પછી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી એક્ટિંગ શીખી અને 2005માં મુંબઈ શિફ્ટ થઈ ગયા.દિપેશના લગ્ન ત્રણ વર્ષ પહેલા વર્ષ 2018માં થયા હતા.દિપેશની પત્ની ઈન્ડસ્ટ્રીમાંથી નથી.વર્ષ 2021માં પિતા બનેલા દિપેશ પોતાની પાછળ પત્ની અને પુત્રને છોડી ગયા છે.ફેમસ દિપેશ ભાન ટીવી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈં’માં પોતાની અલગ બોલી અને કોમિક ટાઈમિંગ માટે દરેક એપિસોડ માટે 25 હજાર રૂપિયાનો પગાર મેળવતા હતા.આ રીતે તે એક મહિનામાં લાખો રૂપિયા કમાઈ લેતા હતા.

લાખો લોકોના ફેવરિટ બની ગયેલા દિપેશ ભાન હવે આ દુનિયામાં નથી.ભાભી જી ઘર પર હૈ ટીવી સિરિયલમાં ગોરી મેમનું પાત્ર ભજવનાર સૌમ્યા ટંડને જણાવ્યું કે દિપેશ ભાનની પત્ની અને તેમના પુત્ર મલખાનની હાલત ખરાબ છે.દિપેશની પત્નીને જોઈને લાગતું હતું કે તે હોશમાં નથી.

દિપેશના ગયા પછી તેમની પત્ની સામે સૌથી મોટો પડકાર લાખોની હોમ લોન ચૂકવવાનો છે.હાલમાં દિપેશની પત્ની પાસે નોકરી પણ નથી.તે ગૃહિણી છે.મુંબઈ શિફ્ટ થયા બાદ તેમણે ઘર ખરીદ્યું હતું.જેની હોમ લોન હજુ બાકી છે.જોકે આ વિશે વધુ માહિતી નથી.