ભાદરવી પૂનમના દિવસે અમદાવાદના એક માઇ ભક્તે મંદિરમાં માં અંબેના દર્શન કરીને ૫૦૦ ગ્રામ સોનાનું દાન અર્પણ કરીને માં અંબેના આર્શીવાદ લીધા.
શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ૫ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ મેળામાં લાખો કરતા પણ વધારે ભક્તો માં અંબેના દર્શન કરવા માટે આવ્યા હતા, આ મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવી હતી. માં અંબેના આ મંદિરમાં સુવર્ણ દાનનો અનેરો મહિમા રહેલો છે.
તેથી મંદિરમાં દર્શને આવતા માઇભક્તો સુવર્ણદાનનો અવિરત પ્રવાહ વહાવતા હોય છે, અત્યાર સુધી લાખો કરોડો શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કરીને મા અંબાના ધામને ગોલ્ડન ટેમ્પલ બનાવવાનું નક્કી કર્યું હતું, ત્યારે હાલમાં ભાદરવી પૂનમના રોજ અમદાવાદના એક માઇ ભક્તે ૫૦૦ ગ્રામ સુવર્ણદાનની ભેટ માં અંબેના ચરણોમાં ચડાવીને ધન્યતાની લાગણી અનુભવી હતી.
આ મંદિરમાં લાખો કરતા પણ વધારે ભક્તો શક્તિપીઠ અંબાજીમાં માં અંબેના દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને દરેક માઇભક્તો માં અંબેના ચરણોમાં શીશ નમાવીને તેમના આર્શીવાદ લેતા હોય છે, ઘણા ભક્તો માં અંબેના દર્શન કરીને તેમને ભેટ સ્વરૂપે સોના ચાંદીના દાગીના અર્પણ કરતા હોય છે, આથી દેશભરમાં ભાદરવી પૂનમનો અનેરો મહિમા રહેલો છે.
તેથી તે દિવસે ભક્તો મોટી સંખ્યામાં માં અંબેના દર્શન કરવા માટે જતા હોય છે અને તેમની યથાશક્તિ પ્રમાણે દાન કરતા હોય છે, માં અંબેના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે એટલે તે દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ભાદરવી પૂનમના દિવસે અમદાવાદના એક માઇભક્તે ૫૦૦ ગ્રામ સુવર્ણ દાન કરીને માં અંબેના આર્શીવાદ લીધા હતા.