ભાદરવા મહિનામાં આ વસ્તુઓનું સેવન કરવાથી આટલી સમસ્યાઓ તમારી સામે પણ નહીં આવે.
મિત્રો ભાદરવા મહિનાની શરૂઆત થઇ ગઈ છે, આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે ભાદરવા મહિનાને બીમારીનો મહિનો ગણવામાં આવે છે, ઘણા લોકોને ભાદરવા મહિનામાં અવનવી બીમારીઓ થતી હોય છે, તે બધી જ બીમારીઓને દૂર કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો અને દવાઓ કરતા હોય છે, તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી નથી.
ભાદરવા મહિનામાં મોટાભાગના લોકોને તાવ આવતો હોય છે, તેથી ભાદરવા મહિનામાં આવતા ગમે તેવા તાવની સમસ્યાને દૂર કરવા માટે આ દેશી ઉપાય રામબાણ નીવડે છે, ભાદરવા મહિનામાં તડકો ખુબ જ વધારે પ્રમાણમાં પડતો હોય છે એટલે તેના કારણે શરીરમાં અવનવી બીમારીઓ થતી હોય છે, તેથી ભાદરવા મહિનામાં આ વસ્તુનું સેવન કરવું જોઈએ.
ભાદરવા મહિનામાં જે ખોરાકની પ્રકૃતિ ઠંડી હોય તે ખોરાકનું સેવન કરવું જોઈએ, ભાદરવા મહિનામાં પિત્તને ઠંડુ રાખવા માટે સાકરનું સેવન કરવું જોઈએ, આ ઉપાય કરવા માટે એક ગ્લાસ દેશી ગાયનું દૂધ લઈને તેની અંદર એક ચમચી સાકરનો પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરીને રાત્રે પીવાથી ભાદરવા મહિનામાં આવતા તાવની સમસ્યા દૂર થાય છે.
ત્યારબાદ ભાદરવા મહિનામાં ખીરનું સેવન કરવાથી પણ ભાદરવા મહિનામાં આવતા તાવથી બચી શકાય છે, તે પછી ભાદરવા મહિનામાં તળેલું, ચટપટું અને ચટાકેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ, આ મહિનામાં જેમ બને તેમ હળવા ખોરાકનું સેવન કરવું જોઈએ,
ભાદરવા મહિનામાં આવતા તાવની સમસ્યાથી બચવા માટે બહારનું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આથી ભાદરવા મહિનામાં આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.