ભાણખેતર ગામમાં ૪૦૦ વર્ષોથી ગણપતિદાદા સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોના મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે….
આપણા દેશમાં ઘણા એવા પવિત્ર સ્થાનકો આવેલા છે અને આ તમામ પવિત્ર સ્થાનકોમાં દેવી-દેવતાઓ હાજરા હજુર બિરાજમાન છે. આજે એક એવા જ પવિત્ર સ્થાનક વિષે જાણીએ જ્યાં ગણપતિદાદા સાક્ષાત બિરાજમાન છે.
ગણપતિદાદાનું આ મંદિર ભરૂચના ભાણખેતર ગામમાં આવેલું છે, અહીંયા દાદાની મૂર્તિ ૪૦૦ વર્ષ જૂની છે.૪૦૦ વર્ષ જુના ગણપતિદાદાના આ મંદિરને શ્રી સિદ્ધિ વિનાયક ગજાનન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
જો આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો ઇતિહાસ ઘણો પૌરાણિક છે આ જગ્યાને વર્ષો પહેલા ભાનુક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા અહીંયા મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી હતી.
ભગવાન સૂર્યને ભાનુ કહેવાય છે અને સૂર્યનારાયણ ધરતી પર આવવું પડ્યું હતું, તેનાથી આ ક્ષેત્રને ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે. એ સમયે અહીંયા સાધુ મહાત્માઓ આવ્યા હતા અને તેઓએ અહીંયા ગણેશજીની ઉપાસના કરી હતી. ત્યારે તેઓએ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. એ સમયે તેઓએ શંખ, છીપલા અને માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવી હતી.
ત્યારબાદ અહીંયા ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરી હતી, આ મંદિરમાં ગણપતિ દાદા સાક્ષાત બિરાજમાન છે અને અહીંયા રોજે રોજ ઘણા ભક્તો અહીંયા દર્શને આવે છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરે છે. ગણપતિદાદાના આશીર્વાદ દર્શને આવતા તમામ ભક્તોના દુઃખો દૂર થઇ જાય છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.