ભરૂચમાં પતિએ પત્નીએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવાની ના પાડી તો આટલી વાતમાં પત્નીને ખોટું લાગી ગયું અને પછી પત્નીએ જે કર્યું એ… – GujjuKhabri

ભરૂચમાં પતિએ પત્નીએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવાની ના પાડી તો આટલી વાતમાં પત્નીને ખોટું લાગી ગયું અને પછી પત્નીએ જે કર્યું એ…

અત્યારના આધુનિક સમયમાં દરેક લોકો સુવિધાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે.ત્યારે વધારે સુવિધાને કારણે અનેક ઘટના પણ બનતી હોય છે ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ જે ઘટના ભરૂચ માંથી સામે આવી છે.જેમાં સોશિયલ મીડિયા પર ફોટા વિડિઓ ઉપલોડ કરવાની બાબતે ઠપકો આપતા લાગી આવ્યું હતું.ત્યારે પત્નીએ રસોડામાં જઈને ગળોફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા અને મૃતકના ગળાના ભાગે નિશાન મળી આવતા આત્મહત્યા અંગે રહસ્ય ઉભું થતા મૃતકનું PM કરીને વધુ તપાસ હાથધરી છે.

ભરૂચના ન્યુ આનંદનગર સોસાયટી મારુતિનગર પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી તેમની ૨૦ વર્ષની પત્ની સાથે રહેતા હતા.પત્નીએ પોતાના પતિના હાથ પગ દબાવતી વખતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા માટે જીદ કરી હતી.

જયારે પતિએ પત્નીને ના પડી હતી અને મોબાઈલ લઈ લીધો હતો ત્યારે પત્ની રિસાઈને રસોડામાં જતી રહી હતી.પરંતુ પંદર મિનિટનો સમય થઈ જતા પત્ની રૂમમાં ન આવતા પતિએ દરવાજો ખોલતા પોતાની પત્ની દોરડું બાંધેલી હાલતમાં જોવા મળી હતી.

ત્યારે આજુબાજુના લોકોને બોલાવીને રીક્ષા મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે પત્નીને મૃત જાહેર કરી હતી જયારે આ મોતને લઈને પોલીસને શંકા જતા પોલીસએ વધુ તપાસ હાથધરી છે.હાલ પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યું છે જેમાં પત્નીએ ગળો ફાંસો ખાવાનું સામે આવ્યું છે.