ભરૂચમાં આવેલું છે ગુમાનદેવ હનુમાન દાદાનું મંદિર કે જ્યાં દર્શન માત્રથી જ વ્યક્તિનું ગમંડ દૂર થાય છે. – GujjuKhabri

ભરૂચમાં આવેલું છે ગુમાનદેવ હનુમાન દાદાનું મંદિર કે જ્યાં દર્શન માત્રથી જ વ્યક્તિનું ગમંડ દૂર થાય છે.

મિત્રો આજ સુધી તમે હનુમાન દાદાના ઘણા મંદિરો જોયા હશે અને ત્યાં દાદાના દર્શન કરવા માટે પણ ગયા હશો. આજે અમે તમને એક એવા જ હનુમાન દાદાના મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા જ જુદો છે. હનુમાન દાદાનું આ મંદિર ભરૂચમાં આવેલું છે.

ભરૂચના આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાને બધા લોકો ગુમાનદેવ તરીકે ઓળખે છે.આ મંદિરની અનોખી માન્યતા છે. માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા અર્ચના કરવાથી લોકોનું ઘમંડ દૂર થાય છે. માટે લોકો ઘમંડ દૂર કરવા માટે ભરૂચના ગુમાનદેવ હનુમાન મંદિરમાં પૂજા કરવા માટે આવે છે.

આ મંદિરનો ઇતિહાસ ૫૦૦ વર્ષ જૂનો છે. સ્વામી ગુલાબદાસજી આ ગામમાં વસવાટ કરતા હતા. એ સમયે હનુમાન દાદા તેમના સપનામાં આવ્યા હતા.તેમની મૂર્તિ આ જગ્યાએ છે તેવું જણાવ્યું હતું. ત્યાર પાછી સ્વામી ગુલાબદાસજીએ અહીં ગુમાનદેવની સ્થાપના કરી કરી.

ત્યાર પછી દિવસેને દિવસે આ મંદિરનો મહિમા વધતો જ ગયો છે. મંગળવાર અને શનિવારના દિવસે આ મંદિરમાં ભકતોની ખુબજ ભારે ભીડ જોવા મળે છે. ભકતો અહીં ચાલીને આવવાની પણ બધા રાખે છે.

ગુમાનદેવ આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે. જે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અહીં પૂજા કરવાથી અને ગુમાનદેવના દર્શન કરવાથી વ્યકતિમાં રહેલો ગમંડ દૂર થાય છે. અહીં હજારો ભકતો દાદાના દર્શન કરવા માટે આવે છે. અહીં આવીને પોતાની બધીજ મનોકામના પૂર્ણ કરે છે.