ભરૂચનો આ પરિવાર ખાઈ પીને રાત્રે સુઈ ગયો હતો, સવારે ઉઠીને આજુ બાજુના લોકોએ જોયું તો હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. – GujjuKhabri

ભરૂચનો આ પરિવાર ખાઈ પીને રાત્રે સુઈ ગયો હતો, સવારે ઉઠીને આજુ બાજુના લોકોએ જોયું તો હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.

અમુકવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી પરિવારનો માળો એક જ પલમાં વિખરાઈ જતો હોય છે. એવો જ એક બનાવ ભરૂચથી સામે આવ્યો છે. જ્યાં એકસાથે પરિવારના ૩ બાળકોનું મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સાંજે પરિવાર શાંતિ થી સુયો હતો. જયારે સવારે ઉઠેને જોયું તો પરિવાર વિખરાઈ ગયો હતો. રાતમાં આખું મકાન ધરાશાઈ થઇ જતા દોડધામ મચી ગયું હતું.આ ઘટના ભરૂચના કુમ્ભારીયા ઢોળાવની છે.

જ્યાં એક મકાન ધરાશાઈ થઇ જતા આખો પરિવાર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો અને તેમાં પરિવારના ૩ બાળકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. માતા પિતાની સ્થિતિ ગંભીર હોવાથી માતા પિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવાર રાત્રે ખાઈ પીને સુયો હતો.

તેમને ખબર પણ નહતી કે તેમની સાથે શું થવાનું છે. અચાનક પરિવાર સૂતો હતો અને આખું મકાન ધરાશાઈ થઇ જતા આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ત્યાંના સ્થનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડને આ વાતની જાણ કરી હતી.

તરત જ આખા પરિવારને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી.ત્યારે જાણવા મળ્યું કે પરિવારના ત્રણેય બાળકોનું મૃત્યુ થઇ ગયું છે. માતા પિતાને ગંભીર ઈજાઓ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તાપસ કરવામાં આવી રહી છે. ત્રણ બાળકોનું મૃત્યુ થઇ જવાથી આજુ બાજુના વિસ્તારમાં શોકનું મોજું ફરી વર્યું છે.