ભરૂચની ૮ વર્ષની આ દીકરીએ ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીઓ માટે ઘરે ઘરે ફરીને પૈસા ઉઘરાવીને તેમની વ્હારે આવી. – GujjuKhabri

ભરૂચની ૮ વર્ષની આ દીકરીએ ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીઓ માટે ઘરે ઘરે ફરીને પૈસા ઉઘરાવીને તેમની વ્હારે આવી.

આજના ચાલી રહેલા સમયમાં અભ્યાસનું ખુબ જ મહત્વ છે. તેથી દરેક વ્યક્તિને તેના જીવનમાં આગળ વધવા માટે અભ્યાસ કરવો જોઈએ, ઘણા વિધાર્થીઓ એવા પણ હોય છે જે પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ભણી શકતા નથી, તેવા બાળકો માટે આ આઠ વર્ષની એક દીકરીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી બધા જ પ્રકારની તકલીફોને દૂર કરી હતી.

આ દીકરી ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી, આ દીકરીનું નામ દુર્વા મોદી હતું, દુર્વા મોદી સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચીને સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી, ત્યાં જઈને દુર્વાએ પોતાની પાસે રહેલા બોક્સમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું.

જે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકો શાળામાં ફી જમા કરાવી શકતા નથી એટલે તેવા બાળકો માટે દુર્વાએ લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસ કાર્ય બાદના સમયમાં અલગ-અલગ ક્ષેત્ર, વ્યવસાય અને વર્ગના લોકો જઈ જઈને પાંચ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીનું ડોનેશન એકઠું કરીને જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ ભેગી કરી હતી.

દુર્વા નાનપણથી જ સેવાકીય કાર્યમાં ખુબ જ આગળ રહેતી હતી, તેથી દુર્વાની જયારે પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ પર નજર પડે તો તરત જ દુર્વા અથવા તેના પરિવાર દ્વારા તે વ્યક્તિને મદદ કરવામાં આવતી હતી,

દુર્વા દર વર્ષે એક સેવાનું કાર્ય કરતી હતી, જે સમયે દેશમાં કોરોના આવ્યો તે સમયે દૂર્વાએ ઘણા સેવાના કામ કરીને ૧૦૦ જેટલા ગરીબ બાળકોને સારા કપડાં અને મનપસંદ ભોજન કરાવીને તેમની મદદ કરી હતી.