ભરૂચના ૩૫ વર્ષના ડીમ્પીબેને જીવનમાં લગ્ન વગર જ બાળકને જન્મ આપ્યો, તેની પાછળ પણ એક કારણ છે…. – GujjuKhabri

ભરૂચના ૩૫ વર્ષના ડીમ્પીબેને જીવનમાં લગ્ન વગર જ બાળકને જન્મ આપ્યો, તેની પાછળ પણ એક કારણ છે….

બધા જ દંપતીઓને તેમના જીવનમાં સંતાનો સૌથી વહાલા હોય છે પણ આજે આપણે એક એવા જ મહિલા વિષે જાણીએ. જેઓએ લગ્ન વગર કુંવારા માતા બન્યા છે અને તેની પાછળ પણ એક એવું જ કારણ પણ રહેલું છે. આ મહિલા મૂળ ભરૂચના રહેવાસી છે અને તેમનું નામ ડિમ્પીબેન છે અને ભરૂચમાં રહે છે.

તેઓએ થોડા સમય પહેલા બાળકને જન્મ આપ્યો છે.તેમની ઉંમર ૩૫ વર્ષની છે અને તેઓએ IVF ની મદદથી બાળકને જન્મ આપ્યો છે, તેની પાછળ પણ એક કારણ રહેલું છે જેમાં તેઓને પારિવારિક પરિસ્થિતિને લીધે તેઓએ લગ્ન પણ નહતા કર્યા.

તેઓ જયારે પહેલા સેમમાં હતા ત્યારે તેમના ભાઈનું અવસાન થઇ ગયું હતું. ત્યારબાદ તેમના માતા પણ બીમાર રહેતા હતા અને તેમના ઘરમાં બીજું કોઈ નહતું.ત્યારપછી તેમના પિતાનું પણ વર્ષ ૨૦૨૦ માં નિધન થઇ ગયું હતું,

આમ તેમના પિતાના અવસાન પછી તેઓએ લગ્ન ના કરવાનું નક્કી કર્યું અને સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું. તેમને ઘણા લોકોએ સમજાવ્યા અને કહ્યું કે આજે તો તેમની સાથે તેમના માતા અને બીજા ઘણા લોકો છે પણ તે ના હોય તેના પછી શું અને તમારે એકલું જીવન જીવવું પડશે.

તો તેઓએ કુંવારા માતા બનવાનું નક્કી કર્યું અને IVF પદ્ધતિથી માતા બનીને તેઓએ તેમના જીવનમાં માતા બનીને તેમનું જીવન જીવવાનું ચાલુ કર્યું. આજે તેઓ તેમના માતા અને બાળક સાથે રહે છે અને તેમનું જીવન પણ જીવી રહ્યા છે. આવી જ રીતે ડિમ્પી બેન તેમના માતા અને બાળક સાથે તેમનો સમય પસાર કરી રહ્યા છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.