ભરૂચના આ યુવકનું માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થઇ જતા પરિવારના લોકોએ હ્રદય અને કીડનીઓનું દાન કરીને ત્રણ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી. – GujjuKhabri

ભરૂચના આ યુવકનું માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થઇ જતા પરિવારના લોકોએ હ્રદય અને કીડનીઓનું દાન કરીને ત્રણ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.

હાલમાં ઘણા અંગદાનના કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણા લોકો તેમના અંગોનું દાન કરીને બીજા લોકોનો જીવ બચાવીને માનવતા મહેકાવતા હોય છે, હાલમાં એક તેવો જ અંગદાનનો કિસ્સો ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના નવા કોબલા ગામમાંથી સામે આવ્યો હતો.

આ ગામમાં રહેતા એક યુવાનનું અકસ્માતમાં બ્રેઈન ડેડ થઇ ગયું તો પરિવારના લોકોએ યુવકના અંગોનું દાન કરીને ત્રણ લોકોના જીવ બચાવીને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી હતી, આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આમોદ તાલુકાના નવા કોબલા ગામમાં રહેતા કિરણ રાઠોડ ૩૧ મે ના રોજ બાઇક લઈને દૂધ ભરાવવા માટે કોબલા ગામે જતા હતા.

તે સમયે રસ્તામાં અચાનક જ બાઇક સ્લીપ થઈ ગઈ તો કિરણને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, તો તરત જ કિરણને સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો ત્યારબાદ વધુ સારવાર માટે કિરણને વડોદરા એસ.એસ.જી.ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં પણ કિરણની તબિયત વધારે બગડી તો તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સારવાર દરમિયાન જ કિરણને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના ડોકટરોએ અને નાહીયેર ગુરુકુળના સંતોએ કિરણના પરિવારના લોકોને અંગદાનના મહત્વ વિષે સમજાવ્યું તો પરિવારના લોકોએ પણ કિરણના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું અને હૃદય અને બે કીડનીનું દાન કરીને બીજા ત્રણ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.