ભગવાન શિવનું એક એવું મંદિર કે જેના દ્વાર વર્ષમાં એક જ વખતે ખોલવામાં આવે છે અને ભગવાન શિવના આ દિવસે દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે…
હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભક્તો ખુબ જ મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથના મંદિરમાં દર્શને જતા હોય છે. ભગવાન ભોલેનાથના મંદિરોમાં ઘણી મોટી સંખ્યામાં ભારે ભીડ પણ જોવા મળતી હોય છે.આજે આપણે ભગવાન ભોલેનાથના એક એવા જ મંદિર વિષે જાણીએ જ્યાં ભાગવાન આ મંદિરમાં તેમના આખા પરિવાર સાથે બિરાજમાન છે.આ મંદિરના દ્વાર આખા વર્ષમાં એક જ વખતે ખુલે છે, આ મંદિરને નાગચંદ્રેશ્વર નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિરના દ્વાર આખું વર્ષ બંધ હોય છે અને નાગપંચમના દિવસે આ મંદિરના દ્વાર ખુલે છે. આ મંદિર ઉજ્જૈન મંદિરમાં ત્રીજા માળે આ મંદિર આવેલું છે. મંદિરમાં દ્વાર પાસે પહેલા ખાસ પૂજા કરવામાં આવે છે અને પછી મંદિરના દ્વાર ખુલે છે.આ મંદિરમાં ભગવાન શિવ તેમના પરિવાર સાથે બિરાજમાન છે, આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો સાપોના રાજા તક્ષકે ભગવાન શિવનું તપ કર્યું હતું તો ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું. પછી નાગરાજ તક્ષકે મહાકાલના ચરણોમાં રહેતા હતા,
તેમને એવું હતું કે તેમને કોઈ વિઘ્નના આવે એટલે મંદિરમાં આજે આખા વર્ષમાં એક જ વખતે પૂજા કરવામાં આવે છે.આ મંદિરમાં પૂજા થઇ ગયા પછી તેને બંધ કરી દેવામાં આવે છે, આ દિવસે ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શને પણ આવે છે અને દર્શન કરીને તેમના દુઃખ અને માનતાઓ પણ માંગે છે. આમ ભગવાન શિવ તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.