બોટાદમાં દીકરાએ પોતાના વૃદ્ધ પિતાને ચારધામની યાત્રા પર મોકલ્યા અને જયારે પિતા પરત ફળ્યા તો દીકરાએ વરઘોડો કાઢીને પિતાનું જોરદાર સ્વાગત કર્યું…
તે વચ્ચે બોટાદ જિલ્લાના ઢસા ગામમાં ઢાંકેચા પરિવારનો મોભી દ્વારા ભવ્ય વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મનસુખભાઈ એ તેમના પિતાને ચાર ધામની યાત્રા કરાવી જયારે તેવો યાત્રા પુરી કરીને પરત આવ્યા ત્યારે ધામ ધૂમથી વરઘોડો કાઢીને ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
સાથે ગામના ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમની દરેક લોકોમાં વડીલોને આદરભાવ આપવામાં આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં અમુક દીકરાઓને પોતાના માતા પિતાને પોતાના ઘરમાં રાખવા નથી ગમતા જેના કારણે દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમમાં સંખ્યા વધી રહી છે આ વડીલ વંદના કાર્યક્રમમાં અનેક લોકોને સારી પ્રેરણા મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
અને ગ્રામજનોએ ઢાંકેચા પરિવારનો આભાર માન્યો હતો કારણ કે તેમને દરેક લોકોની બંધ આખો ઉગારવાનું કામ કર્યું છે.મનસુખ ભાઈ ગામના તમામ સમાજના વડીલોને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું સાથે તેમને જમવાની પણ સુવિધા કરી હતી.
તેમના પિતા બે મહિના પછી ચાર ધામની યાત્રા કરીને પરત ફર્યા હતા તે પણ ૯૧ વર્ષની ઉંમરે આ પરિવાર દ્વારા દરેક વડીલોનું ઘડપણ સારી રીતે જાય તે હેતુથી આ કાર્યક્રમ કર્યો હતો આ ઢાંકેચા પરિવારે એક અનોખી પહેલ કરી છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.