|

બે સિહોએ બળદ પર કર્યો હુમલો,બળદે બચવાની કોશિશ કરી પરંતુ થયું આવું,જુઓ આ વિડીયો

ગુજરાતમાં બે સિંહો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા અને તે બળદનો શિકાર કરવા માંગતા હતા.પરંતુ જેવો તેમણે બળદ તરફ જવાનો વિચાર કર્યો કે તરત જ બળદ પણ સાવધ થઈ ગયો અને ગુસ્સામાં આવી ગયો અને સિંહોને ખાલી હાથે પાછા ફરવા મજબુર કરી દીધા.આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.અહેવાલો અનુસાર ઘટના જૂનાગઢના મોટા હડમતિયા ગામની છે.જ્યાં બે સિંહો રાત્રીના અંધારામાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને એક બળદને એકલો જોઈને તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ બળદે તેના શક્તિશાળી શિંગડાની મદદથી પોતાનો બચાવ કર્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સિંહો રહેણાંક વિસ્તારમાં પહોંચે છે.તે શેરીમાં આગળ-આગળ વધી રહ્યા છે કે તેમની નજર એક બળદ પર પડે છે.બંને સિંહ બળદની નજીક જાય છે.પરંતુ બળદ પણ સાવધ થઈ જાય છે અને શિંગડા વડે પોતાનો બચાવ કરે છે અને સિંહોને તેમના ઉદ્દેશ્યમાં સફળ થવા દેતો નથી.જેના પછી બંને સિંહોએ નિરાશ થઈને જવું પડે છે.

મળતી માહિતી મુજબ આ ગામમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની.આ પહેલા પણ અહીં સિંહો આવતા રહ્યા છે.હકીકતમાં સિંહો ઘણીવાર ગીરના જંગલની આસપાસના રહેણાંક વિસ્તારોમાં ખોરાકની શોધમાં પ્રવેશ કરે છે અને પશુઓનો શિકાર કરે છે! જો કે આ વખતે એક બળદે સિંહોને તેમના શિકારમાં સફળ થવા દીધા ન હતા.તમને જણાવી દઈએ કે આ વિડીયો 2021ના ડીસેમ્બર મહિનાનો છે.જે હવે વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

Similar Posts