બે સગી બહેનો ઘરના આંગણામાં સુઈ રહી હતી અને અચાનક જ થયું એવું કે બંને બહેનો એકસાથે દુનિયાને અલવિદા કહી ગઈ તો આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ.
અત્યારના ચાલી રહેલા સમયમાં ઘણા અવનવા ચોંકાવનારા બનાવો બનતા હોય છે, ઘણા બનાવો તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ બનાવ નડિયાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કેઠાસરા પંથકમાં રહેતી બે સગી બહેનોને સાપે ડંખ માર્યા તો બંને બહેનોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા.
આ બંને બહેનોના મૃત્યુ થઇ જવાથી આખા પરિવારમાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું અને શોકનો માતમ છવાઈ ગયો હતો, આ બનાવની વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામમાં ગુરૂવારના રોજ બે સગી બહેનોને સાપે ડંખ માર્યો તો બંને બહેનોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા.
આ બંને બહેનોમાં એક બહેન છ વર્ષની હતી તેનું નામ રવ્યા હતું અને બીજી બહેન દસ વર્ષની હતી તેનું નામ સાવિત્રી હતું, આ બંને બહેનોના એકસાથે મૃત્યુ થઇ ગયા હતા, આ ઘટના વિષે પરિવારના લોકોએ જણાવતા કહ્યું હતું કે આ બંને દીકરીઓ પોતાના ઘરના આંગણામાં સુઈ રહી હતી અને અચાનક જ રાતના સમયે બંને દીકરીઓને સાપે ડંખ માર્યો તો બંને દીકરીઓના મૃત્યુ થઇ ગયા હતા.
આ દીકરીઓના મૃત્યુ બાદ આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો, આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ ત્યાં સારવાર દરમિયાન જ બંને દીકરીઓના મૃત્યુ થઇ ગયા એટલે આખા ગામમાં જાણે શોક ભર્યું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો.