બે મિત્રો નાનપણથી સાથે મોટા થયા અને હાલમાં એક સાથે દુનિયાને અલવિદા કહી ગયા અને મિત્રતાને સાચી સાબિત કરી. – GujjuKhabri

બે મિત્રો નાનપણથી સાથે મોટા થયા અને હાલમાં એક સાથે દુનિયાને અલવિદા કહી ગયા અને મિત્રતાને સાચી સાબિત કરી.

આપણે ઘણા ખાસ મિત્રોને જોતા હોઈએ છીએ જે સુખ દુઃખમાં એકબીજાને હંમેશા માટે સાથ આપતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો રાજસ્થાનના જયપુરમાંથી સામે આવ્યો હતો, જયપુરમાં રહેતા બે ખાસ મિત્રો રવિ અને રૌનક બાળપણથી સાથે અભ્યાસ કરતા હતા, રવિ અને રોનક બંને ખાસ મિત્રો હતા અને તેઓ સાથે મોટા થયા અને બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા.

આ બંને મિત્રોની જોડીને એક ટ્રક સાથે ટક્કર થઇ જવાથી ઘટનાસ્થળે જ બંને મિત્રોના મૃત્યુ થઇ ગયા હતા, આ બંને મિત્રોના મૃત્યુ થઇ જવાથી બંને પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ ઘટનાની વધારે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ ઘટના દૌસા જિલ્લાના જીરોટા મોડનીમાંથી સામે આવી હતી.

આ બંને મિત્રોની બાઇકની ટક્કર ટ્રક સાથે થઇ જવાથી ઘટનાસ્થળે જ ગંભીર અકસ્માત સર્જાઈ ગયું હતું, આ અકસ્માતની જાણ દૌસા જિલ્લાની સદર પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ

અને બધી તપાસ કરીને આગળની તપાસ કરવાની શરૂ કરી હતી, પોલીસે બધી તપાસ કરીને જણાવતા કહ્યું હતું કે જયપુરમાં રહેતા રવિ સૈની અને રૌનક ગુપ્તા જયપુરની એક ટેલિકોમ કંપનીમાં કામ કરતા હતા.

આ બંને મિત્રો બુધવારના રોજ કરૌલીના ગુડાચંદ્રજી વિસ્તારમાં રહેતી તેમની બહેનોના ઘરે રક્ષાબંધનનો તહેવાર હોવાથી ગયા હતા, ત્યાંથી દૌસા થઈને જયપુર પરત આવી રહ્યા હતા અને અચાનક જ સામેથી આવતા ટ્રક સાથે ટક્કર થઇ જવાથી ઘટનાસ્થળે જ બંને મિત્રોના મૃત્યુ થઇ ગયા હતા, આ બંને મિત્રોના મૃત્યુ થઇ જવાથી બંનેના પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.