બે જુડવા દીકરીઓનો જન્મના ૨૪ કલાક પણ નહતા થયા અને માતા પિતાએ નવજાત દીકરીઓ સાથે જે કર્યું તે જાણીને ભગવાન પણ તેમને ક્યારેય માફ નહિ કરે.
આજે દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં દીકરાઓને સ્પર્ધા આપી રહી છે. દીકરીઓ પણ ભણી ગણીને પોતાના પરિવારનું નામ રોશન કરી રહી છે. પણ રાજસ્થાનના રાજસમંદથી એક ખુબજ શરમ જનક ઘટના સામે આવી છે.
રાજસ્થાનના રાજસમંદથી એક દિવસની બે જુડવા નવજાત બાળકી રસ્તા પરથી મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જયારે સફાઈ કર્મચારી ત્યાં પહોંચ્યો.
તો બે નવજાત બાળકીઓએ જોઈને તે ખુબજ આશ્ચર્યમાં પડી ગયો બાળકીનો એક કપડામાં હતી અને પોતાની માતાનું દૂધ પીવા માટે રોઈ રહી હતી, આ દ્રશ્ય ખુબજ ભાવુક કરી દે તેવું હતું. તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને આ વાતની જાણ કરી.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈએ ને બાળકીઓને હોસ્પિટલમાં મોકલવામાં આવી.ડોક્ટરોએ જણાવ્યું હતું કે બંને બાળકીઓનો જન્મ ૨૪ કલાકની અંદર જ થયો છે. એવા તો એવા માતા પિતા હશે કે જે પોતાની નવજાત બાળકીને આવી રીતે મૂકી ગયા.
ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળકીઓની તબિયત ખુબજ નાજુક છે. બાળકીઓનું વજન પણ ખુબજ ઓછું છે. હાલ ઉદેપુરના એક હોસ્પિટલમાં બંને બાળકીઓની સારવાર ચાલી રહી છે.
એ વિચારીને શરમ આવે છે કે આજે પણ અમુક એવા લોકો છે કે જે દીકરીઓને બોજ માને છે. જે ઘરમાં દીકરીઓની જન્મ થાય તે ઘર ખુશીઓથી ખીલી ઉઠે છે. હાલ પોલીસ દ્વારા દીકરીઓના માતા પિતાની તપાસ કરવામાં આવી રહી છે. તેની માટે બધા જ CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે.