બેંગલોરમાં રહેતા ગુજરાતના આ વ્યક્તિએ પોતાની જ દીકરીનો લીધો જીવ,કારણ બસ આટલું જ હતું,કહાની વાંચીને તમને પણ ગુસ્સો આવશે… – GujjuKhabri

બેંગલોરમાં રહેતા ગુજરાતના આ વ્યક્તિએ પોતાની જ દીકરીનો લીધો જીવ,કારણ બસ આટલું જ હતું,કહાની વાંચીને તમને પણ ગુસ્સો આવશે…

આઈટી સિટી તરીકે ઓળખાતા બેંગ્લોરથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે.જ્યાં એક ગુજરાતી પિતાએ તેની 2 વર્ષની પુત્રીની હત્યા કરી નાખી છે.જ્યારે તેણે પોલીસને આનું કારણ જણાવ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું કે તેની પાસે બાળકને ખવડાવવા માટે પૈસા ન હતા.નિર્દોષની હત્યા કર્યા બાદ પિતાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તે બચી ગયો હતો.આ હૃદયદ્રાવક ઘટના 15 નવેમ્બરે બની હતી.16 નવેમ્બરના રોજ કોલારના કેનાદટ્ટી ગામના તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારબાદ ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી.આ માહિતીના આધારે પોલીસે પિતાની શોધ શરૂ કરી.ત્યારબાદ આરોપી પિતાની 16 નવેમ્બરે બેંગલુરુ રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની ઓળખ મૂળ ગુજરાતી અને હાલ બેંગલોર રહેતા રાહુલ પરમાર તરીકે થઈ છે.તે તેની પત્ની અને 2 વર્ષની પુત્રી સાથે રહેતો હતો.રાહુલ 15 નવેમ્બરથી તેની પુત્રી સાથે ગુમ હતો.જેની ફરિયાદ તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.રાહુલે પોલીસને જણાવ્યું કે તેણે બાળકીને પહેલા ગળું દબાવી મોતને ઘાટ ઉતારી અને તેના મૃતદેહ સાથે તળાવમાં કૂદી ગયો.

પણ તે બચી ગયો.આ પછી તેણે ટ્રેન નીચે આવી કપાઈને જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો.તે બેંગ્લોર રેલ્વે સ્ટેશન પહોંચ્યો.જ્યાં બીજા દિવસે પોલીસે તેને પકડી લીધો.પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે.થોડા સમય પહેલા રાહુલે બિટકોઈનમાં ઘણું રોકાણ કર્યું હતું.

આ રોકાણમાં તેણે નુકસાન સહન કરવું પડ્યું.દેવાથી કંટાળીને તેણે પોતે જ ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી અને આ અંગે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી.ચોરીનો ખોટો રિપોર્ટ લખવાના કેસમાં કાર્યવાહીના ડરથી તેણે પુત્રીનો જીવ લીધો હોવાનું પોલીસ માની રહી છે.