બાળકો થયા પછી કરીના કપૂરની કેવી છે સંભોગ કરવાની ઈચ્છા? કરીના કપૂરના જવાબથી કરણ જોહરની બોલતી બંધ થઈ ગઈ… – GujjuKhabri

બાળકો થયા પછી કરીના કપૂરની કેવી છે સંભોગ કરવાની ઈચ્છા? કરીના કપૂરના જવાબથી કરણ જોહરની બોલતી બંધ થઈ ગઈ…

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણનો નવો એપિસોડ આવવાનો છે.જેમાં આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામા કરીના કપૂર ખાન અને આમિર ખાનની સ્ટાર કાસ્ટ છે.આ એપિસોડનો પ્રોમો બહાર આવ્યો છે અને તેમાં ઘણી નિંદાત્મક અને મસાલેદાર વાતો કહેવામાં આવી છે.પ્રોમોમાં કરણે કરીનાને પૂછ્યું છે કે બાળકો થયા બાદ તેની સેક્સ લાઈફ કેવી છે.આના પર કરીનાએ જે જવાબ આપ્યો કે કરણની બોલતી બંધ કરી દીધી.આ અંગે આમિર ખાને પણ કરણની મજાક ઉડાવી હતી.

કોફી વિથ કરણના પાંચમા એપિસોડમાં આમિર ખાન અને કરીના કપૂર ખાન આવી રહ્યા છે.આ એપિસોડના પ્રોમોની શરૂઆતમાં કરણ કરીનાને પૂછે છે કે શું બાળકના જન્મ આપ્યા પછી સેક્સ લાઈફ સારી છે.આના પર કરીનાએ કહ્યું કે તમને ખબર નહીં પડે જેના પર કરણ દંગ રહી ગયો.

આ સવાલ પર કરિનાએ કહ્યું કે કરણને ખબર નહીં પડે.આ અંગે કરણ સ્તબ્ધ થઈ ગયો.તેણે કરીનાને કહ્યું કે તેની માતા પણ આ શો જુએ છે અને તે પણ આવી વાતો સાંભળશે.કરીના હંમેશા તેના મજાકિયા પ્રતિભાવ માટે જાણીતી છે અને તેણે અહીં પણ એવું જ કર્યું છે.

આ સવાલ પર આમિરે કરણને ટોણો પણ માર્યો છે.જેવા કરણે કરીનાને તેની સેક્સ લાઈફ પર સવાલ કર્યો અને તેના જવાબ પર કરણે કહ્યું કે તેની માતા પણ શો જુએ છે.આમિરે કહ્યું કે જ્યારે કરણ તેની સેક્સ લાઈફ વિશે બીજાને સવાલ પૂછે છે ત્યારે તેની માતા આ શો નથી જોઈ રહી.આના પર પણ કરણ સાવ ચૂપ હતો.