બાબા વેંગાની 4 ભવિષ્યવાળી હજુ સુધી બાકી,આગામી થોડા મહિનામાં પડી શકે છે સાચી! – GujjuKhabri

બાબા વેંગાની 4 ભવિષ્યવાળી હજુ સુધી બાકી,આગામી થોડા મહિનામાં પડી શકે છે સાચી!

પ્રખ્યાત બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા સમાચારમાં રહે છે,કારણ કે તેમની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી પડી છે.વર્ષ 2022માં અત્યાર સુધીમાં બાબા વેંગાની 2 ભવિષ્યવાણીઓ સાચી પડી છે,જ્યારે તેમણે આ વર્ષ માટે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી,જે આગામી મહિનાઓમાં સાચી સાબિત થઈ શકે છે.

વર્ષ 2022 માટે બાબા વેંગાએ 6 ભવિષ્યવાણીઓ કરી હતી,જેમાંથી 2 અત્યાર સુધી સાચી સાબિત થઈ છે,જેના પછી લોકોને ડર છે કે આવનારા સમયમાં અન્ય ચાર ભવિષ્યવાણીઓ પણ સાચી પડી શકે છે.બાબા વેંગાએ 2022માં કેટલાક એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયામાં પૂરની આગાહી કરી હતી,જે સાચી સાબિત થઈ છે.થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી,

જ્યારે પાકિસ્તાનમાં પણ પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને આ દરમિયાન 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ સિવાય બાબા વેંગાએ કેટલાક શહેરોમાં પાણીની અછત અને દુષ્કાળની પણ આગાહી કરી હતી.તાજેતરના સમયમાં પોર્ટુગલને પાણીની અછતની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો,જ્યારે ઇટાલીમાં દુષ્કાળની સમસ્યા સામે આવી હતી.વર્ષ 2022 માં બાબા વેંગાએ કોરોના વાયરસ પછી એક નવા જીવલેણ વાયરસની આગાહી કરી હતી,

જે સાઇબિરીયાથી શરૂ થઈ શકે છે.દુષ્કાળ જેવી સ્થિતિ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી હતી.બાબા વેંગાની આગાહી અનુસાર,વર્ષ 2022માં ભારતમાં દુકાળ જેવી સ્થિતિની આગાહી કરવામાં આવી હતી.બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2022માં વિશ્વના દેશોમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેના કારણે તીડના હુમલામાં વધારો થશે, જેની ભારત પર ઊંડી અસર પડશે પાકનો વિનાશ થશે તેથી ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.