બાબા વેંગાની આ ભવિષ્યવાળીથી ડરી દુનિયા! 2022ની ભવિષ્યવાણી સાચી પડી,હવે 2023માં કરી આ ભવિષ્યવાણી ,થશે કંઈક આવું…. – GujjuKhabri

બાબા વેંગાની આ ભવિષ્યવાળીથી ડરી દુનિયા! 2022ની ભવિષ્યવાણી સાચી પડી,હવે 2023માં કરી આ ભવિષ્યવાણી ,થશે કંઈક આવું….

બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી પડી છે અને તેમની ભવિષ્યવાણીઓ વારંવાર ચર્ચામાં રહે છે.બાબા વેંગાએ 111 વર્ષ પહેલા આ ભવિષ્યવાણી કરી હતી,જેને લઈને દુનિયામાં ભયનો માહોલ છે.તમને જણાવી દઈએ કે બાબા વેંગાએ વર્ષ 2022 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી,જેમાંથી અત્યાર સુધી 2 સાચી પડી છે, જે બાદ હવે 2023ની ભવિષ્યવાણીની ચર્ચા થઈ રહી છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર,વર્ષ 2023માં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે, જેના ગંભીર પરિણામો આવી શકે છે.આ સિવાય વર્ષ 2028માં એસ્ટ્રોનોટ શુક્ર ગ્રહની યાત્રા કરશે.બાબા વેંગાની આગાહી મુજબ,વર્ષ 2046 માં,અંગ પ્રત્યારોપણની મદદથી,લોકો 100 વર્ષથી વધુ જીવી શકશે.

ધ સનના અહેવાલ મુજબ બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેના કારણે તીડનો પ્રકોપ વધશે જે ભારત પર પણ હુમલો કરશે.જેના કારણે પાકને ભારે નુકસાન થશે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.આ સિવાય ભારતમાં ગંભીર ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે.

બાબા વાંગાએ વર્ષ 2022 માટે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી,જેમાંથી 2 અત્યાર સુધી સાચી પડી છે.ઓસ્ટ્રેલિયા સિવાય બાબા વેંગાએ કેટલાક એશિયન દેશોમાં પૂરની આગાહી કરી હતી અને ઓસ્ટ્રેલિયામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે,જ્યારે પાકિસ્તાનમાં પૂરના કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.આ સિવાય તેમણે ઘણા શહેરોમાં પાણીની અછતની આગાહી કરી હતી અને પોર્ટુગલ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે,જ્યારે ઈટાલીમાં દુષ્કાળ જોવા મળી રહ્યો છે.

બાબા વાંગાએ વર્ષ 2022 માં સાઇબિરીયામાંથી નવા જીવલેણ વાયરસના ઉદ્ભવની આગાહી કરી હતી.આ સાથે બાબા વેંગાએ એલિયન એટેક,તીડના આક્રમણ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારો થવાની પણ આગાહી કરી હતી.