બાપ દાદાએ ખેતરના શેઢે વાવેલા ઝાડમાંથી આ યુવકે શરૂ કર્યો એવો ધંધો કે આજે દર મહિને આ યુવક ૫૦ હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે. – GujjuKhabri

બાપ દાદાએ ખેતરના શેઢે વાવેલા ઝાડમાંથી આ યુવકે શરૂ કર્યો એવો ધંધો કે આજે દર મહિને આ યુવક ૫૦ હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

આપણે ઘણા મિત્રોને જોતા હોઈએ છીએ જે પોતાની આવડતની મદદથી પૈસાની કમાણી કરતા હોય છે, આજે આપણે એક તેવા જ યુવક વિષે વાત કરીશું, આ યુવકના બાપ દાદાએ વર્ષો પહેલા છાંયડા માટે ઝાડ વાવ્યા હતા, તે વાવેલા ઝાડમાંથી આ યુવક દર મહિને નોકરી કરતા પણ વધારે કમાણી કરી રહ્યા હતા, આ યુવકનું નામ સુધીર કુમાર છે.

સુધીરના પિતાએ ઘણા વર્ષો પહેલા ખેતરમાં છાંયડા માટે આમળાના ઝાડ વાવ્યા હતા. સુધીર નાનપણથી જ આ છોડને જોઈને મોટો થયો હતો, સુધીરે કયારેય એવું ન હતું વિચાર્યું કે તે મોટો થઇને આ ઝાડમાંથી દર મહિને હજારો રૂપિયાની કમાણી કરશે. જે સમયે સુધીર કોલેજમાં આવ્યો તે સમયે તેને જોયું કે તેના પિતા ખુબજ ઓછી કિંમતમાં ઘરે પાકતા આમળા વેચી દે છે.

ત્યારબાદ સુધીરે વિચાર્યું કે આમળા આપણા શરીર માટે ખુબજ ગુણકારી અને લાભદાયી માનવામાં આવે છે. તેથી જો આમળામાંથી કોઈ વસ્તુ બનાવીને તેને વેચવામાં આવે તો તેમાંથી ઘણા સારા પૈસાની કમાણી થશે અને તેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહેશે, તેથી સુધીરે તેના ઘરે જ આમળાનો જ્યુસ, આમળાના લાડુ, આમળાનો મુરબ્બો અને આમળાનો પાઉડર બનાવીને તેને વેચવાનું શરૂ કર્યું હતું.

સુધીરના ઘરે જેટલા પણ આમળા ઉગતા હોય છે તે બધા જ આમળાને કુદરતી રીતે પકવવામાં આવે છે. આમળામાંથી સુધીરના ઘરે બનતી બધી જ વસ્તુઓ અને પ્રોડક્ટ ખુબજ શુદ્ધ અને ગુણવત્તાવાળી હોય છે. સુધીરના પ્રોડક્ટની માંગ આજે ખુબજ વધી રહી હતી એટલે તેમાંથી સુધીર આજે દર મહિને પચાસ હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.