બાઈક લઈને બે મિત્રો મોમાઈ માતાજીના દર્શને જતા હતા પણ રસ્તામાં બની એવી ઘટના કે, બંને મિત્રો એક સાથે દુનિયાને અલવિદા કહી ગયા…. – GujjuKhabri

બાઈક લઈને બે મિત્રો મોમાઈ માતાજીના દર્શને જતા હતા પણ રસ્તામાં બની એવી ઘટના કે, બંને મિત્રો એક સાથે દુનિયાને અલવિદા કહી ગયા….

હાલમાં જ દિવાળીનો ખુશીનો તહેવાર પૂરો થયો છે અને આ દિવસોમાં બધા જ લોકોએ ખુશી ખુશી આ તહેવારની ઉજવણી કરી છે. પણ આ દિવસોમાં અકસ્માતના બનાવો ઓછા થવાનું નામ જ નથી લેતા અને ઘણા પરિવારોમાં પણ ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો છે.

હાલ કચ્છમાં એવો જ દુઃખદ માર્ગ અકસ્માત બન્યો હતો.કચ્છમાં મોમાઈ માતાજીના દર્શન કરીને બે મિત્રો ઘરે આવી રહ્યા હતા અને તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. અહીંયા સુરેન્દ્રનગરના જામવાળી ગામમાં રહેતા ગોપાલભાઇ તેમના બાઈક પર રાહુલભાઇ અને બીજા મિત્રો સાથે કચ્છમાં આવેલા મોમાઇ મોરા માતાજીના દર્શને જઈ રહ્યા હતા. તેઓ ૨૭ ઓક્ટોમ્બરના રોજ દર્શન કરીને પાછા ઘરે આવતા હતા.

એ સમયે બપોરના સમયે સોખડા ગામના પાટિયા નજીક આવતા હાઇવે પર ખાડો આવી જતા બાઈક ચાલકે તેમનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક બેકાબુ થઈને પડી જતા રાહુલભાઈ અને ગોપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બંને મિત્રોને શરીરે વધારે ઈજાઓ પહોંચતા બંને મિત્રોના મૃત્યુ થઇ ગયા હતા.

આ ઘટના વિષે જયારે પરિવારના લોકોને જાણ થઇ તો બંને મિત્રોના પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો. બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, આમ પોલીસે આવીને આગળની તપાસ પણ ચાલુ કરી હતી. આવી ઘટનાઓ રોજે રોજ વધતી જ જઈ રહી છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.