બહેનના લગ્ન માટે ભેગા કરેલા રૂપિયા અને સોનાચાંદીના ઘરેણાં ઘરે મૂકીને આ વ્યક્તિ કામ અર્થે બહાર ગયો હતો અને ઘરે આવતા જ આ વ્યક્તિએ જે જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. – GujjuKhabri

બહેનના લગ્ન માટે ભેગા કરેલા રૂપિયા અને સોનાચાંદીના ઘરેણાં ઘરે મૂકીને આ વ્યક્તિ કામ અર્થે બહાર ગયો હતો અને ઘરે આવતા જ આ વ્યક્તિએ જે જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી સંજયનગર સોસાયટીમાં મહંમદ અરમાન નામના ઘર માલીક પોતાના ઘરે તાળું મારીને કામ અર્થે બહાર ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ દરવાજાની નકુચો તોડીને ઘરમાં ઘુસી ગયા હતા.જેમાં રોકડ રકમ સહીત સોના ચાંદીના ઘરેણાં પર તસ્કરોએ હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.મકાન માલીક મહમદના જણાવ્યા અનુસાર તેઓએ બહેનના લગ્ન માટે રોકડ રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં ભેગા કર્યા હતા.ત્યારે તસ્કરોએ મકાનમાં હાથફેરો કરતા પરિવારના માથે આભ ફાટી નીકર્યું છે.

આ સમગ્ર મામલે પરિવારે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી જે ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચાલુ કરી છે.દરેક પરિવારમાં લગ્નની ખુશી કંઈક અલગ હોય છે.

જેમાં અનેક પરિવાર એક વર્ષ પહેલાથી જ લગ્નની તૈયારી ચાલુ કરતા હોય છે ત્યારે આ ભાઈએ બહેનના લગ્ન માટે પૈસા ભેગા કર્યા હતા અને સોના ચાંદીના ઘરેણાં બહેનને આપવા માટે લાવ્યા હતા પરંતુ બહેનને લગ્નમાં આપે તે પહેલા તેમના ઘરે આવી ચોરો ચોરી કરીને ભાગી ગયા હતા.

જેમાં બે લાખ રૂપિયા રોકડા હતા અને અને સોના ચાંદીના ઘરેણાં હતા જેથી મકાન માલીક પોલીસને અરજ કરી રહ્યા છે કે જેમ બને તેમ આ આરોપીને જલ્દીથી પકડીને તેમના પૈસા અને ઘરેણાં પરત થાય તે માટે પોલીસને રજુવાત કરી રહ્યા છે.દરેક લોકો રાત દિવસ મહેનત કરીને પૈસા ભેગા કરતા હોય છે અને આવી રીતે પૈસાની ચોરી થાય ત્યારે ખુબજ દુઃખ લાગતું હોય છે.