|

બહાદુર પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં મૂકી ફિલ્મના હીરોની જેમ બેન્કમાં લાખો રૂપિયાની ચોરીને નાકામ બનાવી.

અંકલેશ્વરમાં આજથી બે દિવસ પહેલા લૂંટનો બનાવ બન્યો હતો. જેને ત્યાં હાજર પોલીસ કોસ્ટેબલે ફિલ્મના હીરોની જેમ નાકામ કરીને ખુબજ મોટું કામ કર્યું હતું. પોતાનો જીવ જોખમે મૂકી ચોરીને નાકામ બનાવનારા પોલીસ કોન્સ્ટેબલ આજે બધા માટે હીરો બની ગયા છે.પોલીસ કોન્સેટબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યું કે તે સાંજના સમયે બેન્કની સામે દુકાનમાં વસ્તુ લેવા માટે ગયા હતા.એ સમયે તેમની નજર ચાર યુવકો પર પડી જે માસ્ક પહેરીને બેન્કમાં ઘૂસ્યા. ધર્મેન્દ્રસિંહ ઝાલાને નવાઈ લાગતા તે પણ બેન્ક તરફ જવા લાગ્યા.

એટલા બહાર ઉભેલા એક બાઈક ચાલકે કહ્યું કે સાહેબ બેન્કમાં ચોરે ઘૂસી ગયા છે અને તે જેવા બેન્કના દરવાજામાં ઘૂસ્યા કે એકે તેમને ધમકી આપી કે મારી જઈશ જતો તે.ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસે એકદી લાકડી હતો તો તેમને લાકડી વડે તે હથિયાર ધારી ચોરોને પ્રતિકાર આપ્યો.

તો પાછળ ઉભેલા લોકો તેમને ઈજાગ્રસ્ત કરીને ભાગવા લાગ્યા. બહાર નીકળતા એક બાઈકને એક્સીડંટ થઇ ગયો અને એક બાઈક નીકળી ગયું અને બીજું નીચે પડી ગયું અને એક પૈસાથી ભરેલો થેલો પણ પડી ગયો.

ચોર છટકીને ત્યાંથી અન્સી ગયા પણ બહાદુર કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં મૂકીને પૈસાની ચોરી થતી અટકાવી દીધી હતી. આ બધું ફક્ત ૧૫ મિનિટની અંદર થઇ જતા તેમને કઈ કરવાનો મોકો ના મળ્યો પણ બહાદુર પોલીસ કોન્સ્ટેબલે પોતાની બહાદુરી બતાવીને તેમનાથી જે થતું હતું તે કર્યું. આજે આ પોલીસ કોન્સ્ટેબલની ખુબજ પ્રશંશા થઇ રહી છે.

Similar Posts