બનાસકાંઠામાં ૧૫ દિવસની મિત્રતા પછી એક મિત્રનું મૃત્યુ થઇ જતા બીજા મિત્રએ તેના પરિવારને લાખો રૂપિયા એકઠા કરી આપીને સાચી મિત્રતાનો દાખલો કાયમ કર્યો. – GujjuKhabri

બનાસકાંઠામાં ૧૫ દિવસની મિત્રતા પછી એક મિત્રનું મૃત્યુ થઇ જતા બીજા મિત્રએ તેના પરિવારને લાખો રૂપિયા એકઠા કરી આપીને સાચી મિત્રતાનો દાખલો કાયમ કર્યો.

બધા જ મિત્રો તેમની મિત્રતા દિલથી નિભાવતા હોય છે અને આ મિત્રતાના આ દુનિયામાં ઘણા એવા કિસ્સાઓ છે જેની વિષે સાંભળીને બધા જ લોકો હૈયું પણ રડી પડતું હોય છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિષે જાણીએ જેમાં ૧૫ દિવસની મિત્રતા પછી તેમના મિત્રનું મૃત્યુ થઇ જતા આ નવા મિત્રએ તેના પરિવાર માટે લાખો રૂપિયા એકઠા કરીને આપ્યા હતા.

આ કિસ્સો બનાસકાંઠાના નેનાવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાનજીભાઈ ૧૫ દિવસ પહેલા જ ફરજ પર હાજર થયા હતા. તેમની સાથે અહીંયા ૩૦ વર્ષના મંગળભાઈ નામના વ્યક્તિ પહેલાથી ફરજ બજાવતા હતા અને તે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી.

એવામાં ૧૫ દિવસમાં તેમની મિત્રતાને કોઈની નજર લાગી ગઈ હતી અને મંગળભાઈનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું.એવામાં બંને વચ્ચે એટલી ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી કે, મિત્રના મૃત્યુ પછી તેનો આઘાત ઘણો લાગ્યો હતો.

તો કાનજીભાઈએ મિત્રની મદદ કરવાનું નક્કી કર્યું અને એક સોશિયલ મીડિયા પર પૈસા એકત્ર કર્યા હતા. જેમાં ગણતરીની મિનિટોમાં મોટી રકમ એકઠી થઇ ગઈ હતી, જેમાં તેઓની સાથે જોત જોતામાં ૩૭૫ મેમ્બર જોડાઈ ગયા હતા.

આમ બધા જ લોકોએ જોત જોતામાં ૩.૭૫ લાખ રૂપિયાની રકમ એકઠી કરી દીધી હતી, આમ આ બધા જ પૈસા મંગળભાઈના પરિવારને જઈને આ રકમ આપી હતી. આમ ૧૫ દિવસની મિત્રતામાં મોટી મદદ કરીને કાનજીભાઈએ માનવતા અને દોસ્તીનું ઉદાહરણ કાયમ કર્યું હતું.