બનાસકાંઠામાં પતિએ પોતાની જ પત્નીનું ઢીમ ઢાળી દીધું,જ્યારે સત્ય સામે આવ્યું તો ખબર પડી કે…. – GujjuKhabri

બનાસકાંઠામાં પતિએ પોતાની જ પત્નીનું ઢીમ ઢાળી દીધું,જ્યારે સત્ય સામે આવ્યું તો ખબર પડી કે….

પતિ-પત્નીના સબંધ વચ્ચે જ્યારે ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય છે ત્યારે પરિણામ બહુ જ ભયાનક આવતું હોય છે.આ દરમિયાન પતિ-પત્નીમાં લડાઈ થાય છે.ત્યારે કોઈવાર લડાઈ મોટું સ્વરૂપ પણ ધારણ કરી લે છે.આ જ હરોળમાં બનાસકાંઠાથી ત્રિકોણીય પ્રેમનો એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.લફરાબાજ પતિએ અન્ય યુવતી સાથે લફરું થઈ જતા પત્નીની હત્યા કરી હતી.ત્યારે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

વિગતવાર જણાવીએ તો બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાના નોદોત્રા ગામમાં ઠોકરવાસમાં રહેતા ગોપાળસિંહ વાઘેલાનું અન્ય યુવતી સાથે લફરું હતું.ત્યારે પ્રેમિકાને પામવા પત્ની રૂપી કાંટો કાઢવા લફરાબાજ પતિએ યોજના ઘડી હતી.યોજના મુજબ 4 ઑક્ટોબરે નવરાત્રિ દરમિયાન ગરબા જોઈને ઘરે પરત ફરી પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો.આ દરમિયાન પતિએ તેની પત્નીને કપાળના ભાગે ધોકો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

કોઈને શંકા ન જાય તેથીં પતિએ પુરાવાનો નાશ કરી માર્ગ અકસ્માતમાં પત્નીનું મોત નિપજયાની વાત પત્નીના પિયરિયાના લોકોને જણાવી હતી.સાથે જ બીજે દિવસે વહેલી સવારે જ પત્નીની અંતિમ વિધિ પૂર્ણ કરી દીધી હતી.પરંતુ પિયરના લોકોને દીકરીના મોત મામલે શંકા જતાં તેમણે દાંતીવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસે તપાસ કરતાં પરણીતાનું અકસ્માતમાં મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું.પોલીસ તપાસમાં જ પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે લફરાબાજ પતિ ગોપાળસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના અગાઉ વડગામના અંધારીયા ગામે રહેતા બાલસિંઘ પૃથ્વીરાજસિંગ ડાભીની પુત્રી કીસુબા જોડે થયાં હતાં.