બનાસકાંઠાની આ મહિલા ભૂલથી વીંટી ગળી ગઈ હતી તો હોસ્પિટલના ડોકટરોએ એન્ડોસ્કોપની મદદથી વીંટી બહાર કાઢીને મહિલાને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી. – GujjuKhabri

બનાસકાંઠાની આ મહિલા ભૂલથી વીંટી ગળી ગઈ હતી તો હોસ્પિટલના ડોકટરોએ એન્ડોસ્કોપની મદદથી વીંટી બહાર કાઢીને મહિલાને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.

ડોકટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, ડોકટરો દિવસ રાત એક કરીને અનેક લોકોના જીવ બચાવતા હોય છે અને નવું જીવનદાન આપતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો હતો, પાટણ શહેરમાં આવેલી સીટી હોસ્પિટલ એન્ડ ગેસ્ટ્રોલોજી રિસર્ચ સેન્ટરના સજૅન ડો.હિતેશ પંચીવાલાની સારવાર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની હતી.

આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે શહેરની એક મહિલાને શરીરમાં વીંટી ફસાઈ ગઈ હતી, તે મહિલાની વીંટી અન્નનળીમાં ફસાઈ ગઈ હતી એટલે ડો. પંચીવાલાએ એન્ડોસ્કોપની મદદથી વીંટીને બહાર કાઢીને મહિલાને નવું જીવનદાન આપ્યું હતું, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે બનાસકાંઠાના થરા ગામમાં રહેતા સોનલબેન નામની એક મહિલા ભૂલથી વીંટી ગળી ગઈ હતી.

ત્યારબાદ સોનલબેનને છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો એટલે પરિવારના લોકો સોનલબેનને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા તો ડોકટરોએ તપાસ કરીને જણાવ્યું કે સોનલબેનને અન્નનળીમાં વીંટી ફસાઈ ગઈ છે, તો હોસ્પિટલના ડોકટરોએ દુરબીન વડે સોનલબેનની અન્નનળીમાંથી વીંટી બહાર કાઢીને સોનલબેનને નવું જીવનદાન આપ્યું હતું.

ડો.હિતેશ પંચીવાલાએ સોનલબેનની અન્નનળી માં ફસાયેલી વિંટી એન્ડોસ્કોપીની મદદથી બહાર કાઢીને મહિલાને નવું જીવનદાન આપ્યું હતું, સોનલબેનને નવું જીવનદાન મળતા પરિવારના લોકોએ હોસ્પિટલના દરેક ડોકટરોનો દિલથી આભાર માન્યો હતો.