બંને યુવકો કામ પરથી ઘરે જતા હતા પણ રસ્તામાં તેમની સાથે જે થયું તે જાણીને આખા પરિવારમાં ખળભરાટ મચી ગયો.
હાલમાં આપણને ઘણા માર્ગ અકસ્માતના કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણા લોકોના માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પણ થઇ જતા હોય છે અને ઘણા લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો પારડીના સુખેશ ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં આવેલા રામપોર ફળીયામાં સુભાષ રતિલાલ પટેલ રહેતા હતા.
સુભાષભાઈ મંડપ ડેકોરેશનનું કામ કરતા હતા, તેથી સુભાષભાઈ રાતના સમયે મજૂરો સાથે ગામમાં તળાવની પાળ પર મંડપ બાંધીને ઘરે પરત આવી રહ્યા હતા અને તેમના પાછળ તેમની સાથે કામ કરતા કલ્પેશભાઈ, ઉત્તમભાઈ અને વિનોદભાઈ બાઈક લઈને મજૂરીના પૈસા લેવા માટે સુભાષ ભાઈના ઘર સામે બાઈક પાર્ક કરી કલ્પેશભાઈ મજૂરીના પૈસા લેવા માટે ગયા હતા.
તે સમયે વિનોદ ગંગાભાઈ ચૌહાણ અને ઉત્તમ ગુલાબ ભાઈ ભવાર બાઈક પાસે ઉભા હતા ત્યારે સ્કોડા કાર ઝડપથી આવી રહી હતી અને અચાનક જ બાઈક પાસે ઉભા રહેલા બંને મજૂરને ટક્કર મારી દીધી તો ઘટનાસ્થળે જ અકસ્માત સર્જાઈ ગયું હતું. આ અકસ્માતમાં બંને મજૂરોને ગંભીર રીતે ઈજાઓ થઇ હતી.
તેથી તરત જ ૧૦૮ની મદદથી પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું કે અકસ્માતના કારણે બંને મજૂરોના પગ ભાગી ગયા હતા
તેથી પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ બનાવ બન્યા બાદ સુભાષ ભાઈએ પારડી પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તો પોલીસે આગળની તપાસ કરવાની શરૂ કરી હતી.