બંને આંખોથી અંધ ગરીબ ઘરના દીકરાએ ૫૧ લાખ રૂપિયાના પગારની નોકરી મેળવીને બધાને વિચારતા કરી દીધા… – GujjuKhabri

બંને આંખોથી અંધ ગરીબ ઘરના દીકરાએ ૫૧ લાખ રૂપિયાના પગારની નોકરી મેળવીને બધાને વિચારતા કરી દીધા…

જાત મહેનત અને ઈચ્છાશક્તિથી વ્યકતિ કોઈપણ મુકામ હાસિલ કરી શકે છે. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર આ યુવકની હિંમતને સલામ છે.

આજે દેશના લાખો યુવકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. આ યુવકનું નામ સૌરભ છે અને તે ઝારખંડનો રહેવાસી છે.સૌરભ જયારે ૧૧ વર્ષનો હતો ત્યારે એક બીમારીના કારણે તેને પોતાની આંખોનો રોશની ગુમાવી દીધી હતી.

દીકરાએ આંખની રોશની ગુમાવી દેતા માતા પિતાને દીકરાની ખુબજ ચિંતા થવા લાગી પણ સૌરભે હિંમતના હારી. પોતાનો ૧૨ માં ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. લોકો તેમના માતા પિતાને કહેતા કે દીકરાને ભણાવીને શું કરશો. તે થોડો નોકરી કરી શકશે.

પણ સૌરભે કોઈની વાત ના સાંભળી અને પોતાની કોલજે સુધીનો અભ્યાસ પૂરો કર્યો આજે. તો સૌરભે દુનિયાની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટમાં નોકરી માટે આવેદન આપ્યું અને તેના પ્રતિભાથી તેને ત્યાં નોકરી રાખવામાં આવ્યો એ પણ ૫૧ લાખ રૂપિયાના પગારમાં. આ વાત સાંભળીને બધા જ લોકો આષ્ચર્યમાં આવી ગયા.

આવી નોકરી લેવા લાખો યુવાનો લાઈનમાં ઉભા રહે છે. તો પણ તેમનો મેળ નથી આવતો અને બંને આંખોથી અંધ સૌરભે આ નોકરી લઈને બધા જ લોકોને વિચારતા કરી દીધા. આજે માતા પિતાને પોતાના દીકરા પર ખુબજ ગર્વ છે. આના પરથી સાબિત થાય કે જો વ્યકતિ ધારે તે મનગમતી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.