ફેમસ થવા સ્ટંટ કરતા પહેલા ડીસીપી સફીક હસનનો ચહેરો યાદ કરી લેજો, હવે વિડિઓ બનાવવા સ્ટંટ કરતા ચેતી જજો… – GujjuKhabri

ફેમસ થવા સ્ટંટ કરતા પહેલા ડીસીપી સફીક હસનનો ચહેરો યાદ કરી લેજો, હવે વિડિઓ બનાવવા સ્ટંટ કરતા ચેતી જજો…

આજકાલ યુવાનોમાં ફિલ્મી ભૂત સવાયું છે ઈન્સ્ટ્રાગ્રામ પર રીલ બનાવવા બાઈક પર અવનવા સ્ટંટ કરતા અને લોકોને હેરાન કરી અકસ્માત ના ભયનો માહોલ બનાવનાર યુવાનો નો ત્રાસ એસજી હાઈવે સિંધુ ભવન રોડ એસપી રીગં રોડ રીવરફ્રન્ટ માં ખુબ વધ્યો છે જેની ઘણી ફરીયાદો સામે આવી રહીછે આ વચ્ચે આઈપીએસ.સફીક હસન લોકો ના જીવન જોખમમાં મુકાય એ રોકાવા માટે આગળ આવ્યા છે તેમને અલગ જ રણનીતી બનાવી છે તેમને સોશિયલ મીડિયા પર થતા વાયરલ વિડીયો ને ચેક કરવા માટેની એક અલગ જ ટીમ બનાવી છે સાથે સીસીટીવી કેમેરા ફુટેજ ચેક કરવાની સતત મોનીટરીંગ કરવા માટે ની એક અલગ ટીમ તૈનાત કરી છે ડીસીપી સફીક હસને કડક.

વલણ દાખવી ને જણાવ્યું હતું કે એવા લોકોને હવે છોડવા મા નહીં આવે જે જાહેર જનતાને તકલીફ પહોંચાડે છે સ્ટંટબાજો સામે ગુનો નોંધી ને વાહન ડીટેન કરીને ધડપકડ કરવામાં આવે છે જ્યારે સગીર વયના બાળકો ના માતા પિતા પર ગુનો નોંધીને ત્રણ વર્ષની સજા તેમજ 25 હજારનો દંડ આપવા માં આવે છે હવે રોગં સાઈડ લઈને નિકડતા વાહન ચાલકો પર.

આઈપીસી કલમ 289 મુજબ ગુનો નોંધી ધડપકડ કરવામાં આવશે પોલીસે ગતિશીલ અમદાવાદ સુરક્ષિત અમદાવાદ નામનૂ એકાઉન્ટ પણ કાર્યરત કર્યું છે જેનાથી લોકો પોતાને પડતી ટ્રાફિક ની સમસ્યાઓ અને સ્ટંટ બાજો વિશે ની માહીતી મોકલી શકશે પોલીસે કાર્યવાહી હાથ ધરીશુ કોઈને નહીં છોડીએ એમ જણાવ્યું હતું.