ફાયર અધિકારી તરીકે નોકરી કરતા ૨૫ વર્ષના દીકરાનું આકસ્મિક મૃત્યુ થઇ જતા પરિવારનો એકના એક સહારો છીનવાઈ ગયો… – GujjuKhabri

ફાયર અધિકારી તરીકે નોકરી કરતા ૨૫ વર્ષના દીકરાનું આકસ્મિક મૃત્યુ થઇ જતા પરિવારનો એકના એક સહારો છીનવાઈ ગયો…

જીવનનું કઈ નક્કી નથી હોતું જીવનની કોઈ પણ ક્ષણે અંત આવી શકે છે માટે જીવન જીવવા મળ્યું છે તેના એક એક ક્ષણને જીવી લો. સરદારનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ ફાયર ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવતાં હતાં. તે નિલમબાગ બેન્કમાં પોતાની ફરજ નિભાવતાં હતાં.

જ્યાં ગઈકાલે તેમની સાથે બન્યો એવો બનાવ કે તેનાથી બધાનું કાળજું કંપી ઉઠ્યું.મયુરભાઈ ગઈકાલે પોતાની ફરજ પર હતા ત્યારે તે પાણીના ટાંકામાં ઉતર્યા હતા અને જેવા તે પાણીની ટાંકીમાં ઉતર્યા કે તેમને વીજ કારણે લાગતાંની સાથે જ તે અચેત થઇને નીચે પડી ગયાં હતાં.

જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગના બીજા કર્મચારીઓએ તેમને બહાર કાઢીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ડોકટરે તપાસ કરતાની સાથે જ તેમને મૃત જાહેર કર્યા હતા અને તેમના મૃત્યુના સમાચાર જેમાં તેમના પરિવારને મળ્યા કે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.

તેમની ઉંમર હજુ તો ૨૫ વર્ષની જ હતી અને માતા પિતા ખુબજ ખુશ હતા. કારણ કે તેમનો દીકરો નોકરી કરતો હતો માટે માતા પિતાને દીકરાના ભવિષ્યની કોઈપણ ચિંતા નહતી.

દીકરાનું અચાનક આકસ્મિક મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો છે. જે માતા પિતાનો જવાન જોત દીકરો મૃત્યુ પામે તે માતા પિતાની વેદનાની કલ્પના કરવી જ મુશ્કિલ છે. માતા પિતા રડી રડીને કહી રહયા હતા કે તે કોના ભરોસે હવે જીવન જીવશે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.