ફાગવેલના ભાથીજી મહારાજના ઇતિહાસ વિષે મોટા ભાગના લોકો નહીં જાણતા હોય, તેમના દર્શન માત્રથી જ જીવનમાં ખુશીઓ આવે છે.
આપણે ઘણા બધા મંદિરોમાં ભગવાનના દર્શને જતા હોઈએ છીએ, દરેક મંદિરમાં અલગ અલગ રહસ્યો રહેલા હોય છે અને ઘણા મંદિરોમાં તો ચમત્કાર થતા પણ જોવા મળતા હોય છે. તેવું જ આ મંદિર ખેડા જિલ્લાના ફાગવેલ ગામમાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે, અને ફાગવેલ ગામમાં ૫૦૦ વર્ષ પહેલા ભાથીજી મહારાજનો જન્મ થયો હતો.
ભાથીજી મહારાજના દર્શન કરવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે. અને આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે જે ભક્તો સાચી શ્રદ્ધાથી ભાથીજી મહારાજના દર્શન કરે છે અને બધા ભક્તો ભાથીજી મહારાજની માનતા માને તે બધા ભક્તોના ભાથીજી મહારાજ દુઃખો દૂર કરીને તે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે.
આથી ભાથીજી મહારાજને નાગદેવતાનો અવતાર પણ માનવામાં આવે છે. એટલે જે ભક્તોને સાપ કરડ્યો હોય તે ભાથીજી મહારાજની માનતા માનતા હોય છે અને ભાથીજી મહારાજ બધા જ ભક્તોની માનતા પુરી કરીને ભક્તોની રક્ષા કરતા હોય છે. અને આ મંદિરની બહાર જ નાગદેવતાની મૂર્તિ આવેલી છે અને જાણે સાક્ષાત નાગદેવતા બિરાજમાન હોય એવું લાગે છે.
આ ભાથીજી મહારાજના મંદિરે આવતા બધા જ ભક્તો નાગદેવતાના દર્શન પણ કરતા હોય છે. આથી જે ભક્તો ફાગવેલના ભાથીજી મહારાજના દર્શને આવે છે તે બધા જ ભક્તોના દુઃખો દૂર કરીને જીવનમાં સુખ એની સમૃદ્ધિ ભરી દે છે.