ફરી વિવાદમાં આવ્યું નેહા કક્કરનું આ ગીત,ફાલ્ગુની પાઠકે કહ્યું-મારે નેહાને… – GujjuKhabri

ફરી વિવાદમાં આવ્યું નેહા કક્કરનું આ ગીત,ફાલ્ગુની પાઠકે કહ્યું-મારે નેહાને…

નેહા કક્કરે હાલમાં જ દિગ્ગજ સિંગર ફાલ્ગુની પાઠકના પ્રખ્યાત ગીત ‘મૈંને પાયલ હૈ’ની રીમેક ગાયું છે.જ્યારથી આ આઇકોનિક ગીતનું રિમેક બન્યું છે ત્યારથી તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.જ્યાં એક તરફ સોશિયલ મીડિયા પર તેની રિમેકને લઈને ટીકાઓ થઈ રહી છે.તે જ સમયે ફાલ્ગુની પાઠકે પણ તેના વિશે નારાજગી વ્યક્ત કરી છે.ફાલ્ગુની પાઠકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ગીત 1999માં રિલીઝ થયુ હતું.

આ ગીત માટે તેના ચાહકોનો પ્રેમ જોઈને ખુશ છું.આ ગીત તે સમયે ખૂબ જ હિટ થયું હતું.સાથે જ તેમણે જણાવ્યું હતું કે નેહા કક્કરના ગીત સામે તે કાનૂની કાર્યવાહી કરવા માગે છે.પરંતુ તે કરી શકતા નથી કારણ કે તેમની પાસે ગીતના રાઈટ્સ નથી.આવામાં નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી લખ્યું હતું કે જો તમને લાગે છે કે

તમે મને ટ્રોલ કરીને અને મારી સાથે દુર્વ્યવહાર કરીને મારો દિવસ બગાડશો તો હું તમને કહી દઉં કે હું ભગવાનની પ્રિય બાળક છું.તમે મને કંઈપણ નુકસાન પહોંચાડી શકતા નથી.તમને જણાવીએ કે નેહા કક્કરે વર્ષ 1999માં ફાલ્ગુની પાઠકના રિલીઝ થયેલા ગીત મૈને પાયલ હૈ છનકાઈને રિક્રિએટ કર્યું છે.

નેહાનું ગીત સાંભળીને સિંગરને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.યુઝર્સે નેહા કક્કર પર આઇકોનિક ગીતને બગાડવાનો આરોપ લગાવ્યો હતો.આ બધાની વચ્ચે સિંગર ફાલ્ગુની પાઠક પણ નેહા કક્કરથી નારાજ જોવા મળી હતી.ફાલ્ગુની પાઠકે ઈન્સ્ટાગ્રામ પર નેહા કક્કરને ટ્રોલ કરતા ઘણા મીમ્સ અને મેસેજ શેર કર્યા છે.