ફરી બાબા વેંગાની 4 ડરામણી ભવિષ્યવાણીઓ આવી સામે,ભારત માટે છે આ મોટું જોખમ…. – GujjuKhabri

ફરી બાબા વેંગાની 4 ડરામણી ભવિષ્યવાણીઓ આવી સામે,ભારત માટે છે આ મોટું જોખમ….

જો તમે ભવિષ્યવાણી,આગાહીઓ,જ્યોતિષીઓ અને મનોવિજ્ઞાન જાણો છો અને તેમાં વિશ્વાસ કરો છો તો બાબા વેંગા એક એવું નામ છે જેમના વિશે તમે સાંભળ્યું જ હશે.આ એ જ બાબા વેંગા છે જેમણે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે બધી સાચી પડી છે.તે જ સમયે બાબા વેંગાની બે આગાહીઓ છે.જેણે લોકોની ચિંતા વધારી દીધી છે.વર્ષ 2022 માટે તેમણે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી જે આવનારા સમયમાં કદાચ સાચી પણ પડી શકે છે.

બાબા વેંગાએ 2022 માટે એવી આગાહી કરવામાં આવી હતી કે ઘણા એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયા પૂરથી પ્રભાવિત થશે.આગાહીઓ સાચી પડી કારણ કે ભારે વરસાદ અને પૂરના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે વર્ષના લાંબા સમય સુધી વિનાશ સર્જાયો હતો.બાબા વેંગાએ એવી પણ આગાહી કરી હતી કે યુરોપમાં દુષ્કાળના પરિણામે મોટા શહેરો પાણીની અછતથી પ્રભાવિત થશે.જે સાચી પડી.

તમને જણાવીએ કે બાબા વેંગાએ વર્ષ 2022માં કોરોના વાયરસ બાદ એક નવા ઘાતક વાયરસના આવવાની ભવિષ્યવાણી કરી હતી.જેની શરૂઆત સાઈબિરિયાથી થઈ શકે છે.આ ઉપરાંત બાબા વેંગાએ એલિયન હુમલા, તીડના આક્રમણથી દુષ્કાળ જેવી સ્થિતિ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વૃદ્ધિની પણ ભવિષ્યવાણી કરી હતી.