ફરી એકવાર પશુએ લીધો જીવ,પોરબંદરમાં પોલીસવાન અને પશુ બંને વચ્ચે અકસ્માત થતાં PSI મોતને ભેટ્યા….. – GujjuKhabri

ફરી એકવાર પશુએ લીધો જીવ,પોરબંદરમાં પોલીસવાન અને પશુ બંને વચ્ચે અકસ્માત થતાં PSI મોતને ભેટ્યા…..

દિવસેને દિવસે ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે.ત્યારે આવામાં પોરબંદરમાં વાયરલેસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતા જેસિંગ જેઠાભાઈ જોગદિયાને અસ્માત નડતા નિધન થયું હતું.તમને જણાવીએ કે તેઓ એક પશુને બચાવવા જતા ખુદ અકસ્માતનો શિકાર બન્યા હતા.તેમના નિધનના સમાચાર મળતા પરિવાર અને સમગ્ર પંથકમાં ઓહાપો મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા(ઉ.વ.34) અને કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવતા હતા.ત્યારે રવિવારે વહેલી સવારે હાઇવે ઉપર કુતિયાણા નજીક કોઈ પશુને બચાવવા જતા પોલીસ વાન ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટના બાદ તે બન્નેને તાત્કાલિક ધોરણે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ત્યા PSI જોગદિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ ઉપરાંત કિશન મકવાણાની સ્થિતિ ગંભીર હોવાને કારણે હાલ ICUમાં રાખવામાં આવ્યા છે.પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયાનો જન્મ 17/2/1988ના રોજ થયો હતો.

તેઓ દલિત પરિવારમાંથી આવતા હતા.તેઓએ પોતાના વતનમાં રાજુલામાં દલિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈ પ્રશંસાનિય કામગીરી કરી હતી.તેઓ સરકારી વિભાગમાં આવતી અનેક પરીક્ષાઓની પણ નિ:શુલ્ક તૈયારી કરાવી રહ્યા હતા.પીએસઆઈ જે.જે જોગદિયાનું મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.