ફક્ત 48 કલાકમાં ત્રણ હત્યાઓથી હચમચ્યું સુરત…. – GujjuKhabri

ફક્ત 48 કલાકમાં ત્રણ હત્યાઓથી હચમચ્યું સુરત….

સુરત શહેરમાં વધતા ગુનાખોરીના ગ્રાફને ડામવા સુરત પોલીસ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.તો પણ ગુનાખોરીનું પ્રામાણ વધતું જ જાય છે.છેલ્લા 48 કલાકમાં સુરતમાં ત્રણ જેટલી હત્યાઓને અંજામ આપવામાં આવી છે.

વિગતવાર જણાવીએ કે પહેલી ઘટના સુરતના રુદરપુરા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે.જેમાં માવિયા મોહમ્મદ હબીબ કચ્છી અને તેના ભાઈ યામીન કચ્છી પર ત્રણ જેટલા યુવકોએ મળીને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.જેમાં સારવાર દરમિયાન બે ભાઈમાંથી યામીન મોહમ્મદ હબીબ કચ્છીનું મોત નીપજ્યું છે.

બીજી ઘટનામાં હીરાના કારખાનામાં મજુરી કામ કરી રહેલ ગુડ્ડુરામ બહાદુરરામની અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.પોલીસે મરનાર યુવક ગુડુરામ બહાદુર રામના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી ઘટના અંગેની તપાસમાં જોડાઈ ગયા હતા.યુવકના શરીર પર ચપ્પુના હુમલાના ઘા જણાય આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો તો નોંધ્યો છે પરંતુ હત્યા કયા કારણોસર થઈ અને કોણે કરી તે જાણી શકાયું નથી.

ત્રીજી ઘટનામાં સુરતના લાલ ગેટ વિસ્તારના લીમડા ચોક વિસ્તારમાં મોડી રાતે ફૂટપાથ પર સુઈ રહેલા અરવિદની બોલાચાલી અન્ય ઈસમો સાથે થઇ હતી.જેમાં અરવિદે લાકડા વડે અન્ય યુવાનના માથામાં હુમલો કર્યો હતો.લડાઈમાં લાકડું પણ તૂટી ગયું હતું અને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી જેલ ભેગો કર્યો છે.