ફક્ત એક ભૂલ થઈ અને 15 વર્ષના અમદાવાદી આ યુવકને મળ્યું મોત,પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો…. – GujjuKhabri

ફક્ત એક ભૂલ થઈ અને 15 વર્ષના અમદાવાદી આ યુવકને મળ્યું મોત,પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો….

દરેક વર્ષે જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી દરમિયાન ઠેર ઠેર દહીંહાંડીનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે.આવામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી શોકમાં ગરકાવ થઇ ગઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મટકી ફોડ કાર્યક્રમમાં દીવાલનો ભાગ અને ચબૂતરો તૂટી પડતા એક માસૂમ સગીરનું મટકી ફોડવા જતા મૃત્યું થયું હતું.

જન્માષ્ટમીના દિવસે જ પરિવારે પોતાનો કનૈયા ગુમાવી બેસતા સમગ્ર પોળમાં શોકની લાગણી છવાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર દરિયાપુરમાં આવેલી હનુમાનવાળી પોળની અંદર આવેલી લાલ પોળમાં શુક્રવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી હતી.આ દરમિયાન એક દુર્ધટનાને કારણે સમગ્ર વિસ્તાર ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો.

તમને જણાવીએ કે દહીહાંડીની ઉજવણી માટે સ્થાનિક યુવકોએ મટકી સાથેની દોરડાનો એક છેડો ચબુતરા સાથે અને એક છેડો પાઇપ સાથે બાંધ્યો હતો.ત્યારે અચાનક જ અહીં આવેલો ચબૂતરો તૂટી ગયો હતો અને તેના લીધે મટકી જે ચબૂતરા પર બાંધી હતી તે રસ્સી પણ તૂટી ગઈ.અહીં હાજર યુવાનોમાંથી 15 વર્ષનો દેવ અરવિંદ પઢિયાર જમીન પર પટકાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું દુઃખદ મૃત્યુ થયું હતું.

સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે ચબુતરાનું બાંધકામ જર્જરિત હોવાને કારણે ચબુતરાના ઘુમ્મટનો ભાગ દોરડા સાથે ખેચાઇને નીચે પડયો હતો.જેથી દેવનું દુઃખદ મૃત્યુ થયું હતું.સાથે આ ઘટનામાં બેથી ત્રણ લોકોને ઇજાઓ પણ પહોંચી હતી.આ સમયે દોડધામ મચી ગઇ હતી અને 108ને જાણ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે.15 વર્ષીય દેવ પઢીયારના પિતા અરવિંદભાઈ સિલાઈ કામ કરે છે. દેવ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને પોળના બાળકોનો ખાસ મિત્ર હતો. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મ સમયે જ પોતાના દીકરાના ગુમાવનાર પરિવારના સભ્યો અને પોળમાં રહેતા સ્થાનિકોમાં ગમગીની છવાઇ ગઇ છે.