પ્રેમ આંધળો હોય છે,અમદાવાદના વસ્ત્રાલમાંથી એક અનોખી અને ખૂની પ્રેમકથા આવી સામે,જોનાર પણ આખા હલી ગયા – GujjuKhabri

પ્રેમ આંધળો હોય છે,અમદાવાદના વસ્ત્રાલમાંથી એક અનોખી અને ખૂની પ્રેમકથા આવી સામે,જોનાર પણ આખા હલી ગયા

“પ્રેમ આંધળો હોય છે” આ વાક્ય તમે ઘણીવાર સાંભળ્યું જ હશે.અમદાવાદના વસ્ત્રાલમાંથી એક અનોખી અને ખૂની પ્રેમકથા પ્રકાશમાં આવી છે. તમને જણાવીએ કે ગત બે મહિના પહેલા એક વ્યક્તિ વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો.ત્યારે એક બોલેરો ચાલકે તેને અડફેટે લઈ લીધો હતો અને તે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.CCTV ફૂટેજ અને બેફામ બોલેરો ચાલક પર સવાલો ઉઠતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ સમયે તાપસ અધિકારીઓને પણ ખબર નોહતી કે આ અકસ્માત નહિ પણ ષડયંત્ર છે. પણ જેમ જેમ તપાસ વધતી ગઈ તેમ તેમ ખુલાસા થતા ગયા.મોર્નિંગ વોક પર નીકળેલા અને બોલેરોનો ભોગ બનનાર વ્યક્તિનું નામ શૈલેષ પ્રજાપતિ છે.તેઓ પત્ની સ્વાતિ અને બે બાળકો સાથે રહેતા હતા.વ્યવસાયે જમીનના ધંધા સાથે જોડાયેલ હતા.પણ એ વહેલી સવારે થયેલ અકસ્માતમાં તેમનું મૃત્યુ થતા પરિવાર ભાંગી પડ્યો હતો.

શરૂઆતમાં પરિવાર તેમજ પોલીસને આ અકસ્માત જ લાગતો હતો.પરંતુ આવામાં ક્રાઇમ બ્રાન્ચના પી આઈને એક કોલ આવ્યો.ફોન પર સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે આ અકસ્માત નહિ પણ મર્ડર છે.આ પછી આ કેસમાં પોલીસે વધુ ગાઢ તપાસ હાથ ધરી તે બાદ પોલીસના હાથે એવી કડીઓ મળતી ગઈ કે પોલીસ પણ ચોંકી ઉઠી.

પોલીસે જ્યારે મૃતક શૈલેષભાઈની પત્ની શારદા ઉર્ફે સ્વાતિની કોલ ડિટેલ કાઢી તો જાણવા મળ્યું કે તે અવારનવાર કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતી હતી.પરંતુ તે વ્યક્તિ કોણ હતુ તે જાણી શકાયું ન હતું.પરંતુ CCTVના ફૂટેજના આધારે બોલેરો ચાલકની ઓળખાણ થઈ ગઈ.આ બાદ પોલીસે બોલેરો ચાલક યાસીન કાણિયાની ધરપકડ કરી અને આકરી પૂછપરછ કરી.

તો યાસીને જણાવ્યું કે શૈલેષ પ્રજાપતિને પૈસા લઈને મેં ઉડાવ્યો હતો.આ સાથે તે નીતિન નામના વ્યક્તિને મળ્યો હતો તે પણ સ્વીકાર્યું હતું.આ બાદ પોલીસે નીતિન નામના વ્યક્તિ પર નજર રાખવાનું શરૂ કર્યું તો જાણવા મળ્યું કે મૃતક સૈલેશની પત્ની સ્વાતિ જેને કલાકો સુધી વાતો કરતી હતી તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ નીતિન જ હતો.

યાસીનનું કહેવું હતું કે નીતિને મને એમ કહ્યું હતું કે મારી પત્ની સ્વાતિનું શૈલેષ નામના વ્યક્તિ સાથે અફેર છે તેથી શૈલેષને રસ્તેથી હટાવવાનો છે.જેથી યાસીને શૈલેષને મારવાની સોપારી લીધી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપી પ્રેમી નીતિન અને મૃતકની પત્ની સ્વાતિ બંને તૂટી પડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.સ્વાતિ એ જણાવ્યું કે તે નીતિન સાથે ભણતી હતી.સ્વાતિએ શૈલેષ જોડે લગ્ન કર્યા આ બાદ સ્વાતિ અને નિતિનનું અફેર શરૂ થયું.બન્ને અવારનવાર મળતા હતા.સમય જતાં આ વાતની શંકા શૈલેષને ગઈ.

એક દિવસ શૈલેષના ગયા પછી નીતિન સ્વાતિને મળવા તેના ઘરે આવ્યો હતો.તકનો લાભ લઇ બંનેએ મન મૂકીને સબંધો બાંધ્યા હતા.પરંતુ તે બંને ખબર નોહતી કે શૈલેશે ઘરમાં કેમેરા લગાવ્યા હતા.આ બાદ શૈલેષને યકીન થઈ ગયું હતું કે પત્નિ સ્વાતિને બીજે ક્યાંક અફેર છે.તેથી બન્ને વચ્ચે ખૂબ ઝગડા થતા.તેથી પત્નિ સ્વાતિ અને પ્રેમી નીતિને એક સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ આત્મહત્યા કરતા પહેલા નીતિને સ્વાતિને કહ્યું કે આપણે બેઉના મારવા કરતા શૈલેષને જ રસ્તેથી હટાવી દઈએ તો કેવું ? આ સાંભળીને સ્વાતિનો ચહેરો ખીલી ઉઠ્યો અને પ્રેમી સાથે મળીને પતિને મારવાની યોજના બનાવી.તમને જણાવીએ કે હાલ યાસીન કાણિયો,પ્રેમી નીતિન અને પત્ની સ્વાતિ પોલીસ લોકઅપમાં છે.આ સાથે પિતાનો માથેથી સાયો ઉઠતા બે બાળકોનું કોઈ રહ્યું નથી.