પ્રેમી સાથે જ મળીને જ પત્નીએ પતિને પતાવી દીધો,સસરાએ જ પત્નીને ખરાબ સ્તિથિમાં જોઈ ગયા હતા….
દેશમાં હત્યાના મામલાઓ રોજબરોજ વધી રહ્યા છે.ત્યારે હવે રાજસ્થાનથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જ્યાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી.આ ઘટનાને ફિલ્મી સ્ટાઈલમાં અંજામ આપવામાં આવ્યો હતો.સંપૂર્ણ પ્લાનિંગ કરીને પતિની નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી.જેથી હત્યાના કેસમાં પત્ની અને તેના પ્રેમી પર કોઈને શંકા ન રહે.
સાથે એવું પણ જાણવા મળ્યું છે કે પત્ની 5 મહિના સુધી પતિ ગુમ થયો હોવાનું નાટક કરતી રહી.પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો.મળતી માહિતી મુજબ નૌહ ગામના રહેવાસી 37 વર્ષીય પવન શર્માના લગ્ન ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી સાથે 2015માં થયા હતા.બંનેને એક પુત્ર અને પુત્રી છે.પવન શર્મા ગામમાં જ દુકાન ચલાવતો હતો.
આ દરમિયાન પવનની પત્ની રીમાને તેના પાડોશી ભગેન્દ્ર ઉર્ફે ભોલા સાથે પ્રેમ થઈ ગયો હતો.બંને ઘણીવાર રંગરેલીયા માનવતા હતા.જોકે એકવાર રાત્રે પત્નીને તેના પ્રેમી સાથે તેના જ ઘરે પતિ જોઈ ગયો હતો.આ પછી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી અને રાત્રે જ લાશને નજીકની કેનાલમાં ફેંકી દીધી હતી.
પવનના ગુમ થયા બાદ પિતા હરિપ્રસાદ શર્માએ પોલીસ સ્ટેશનમાં પુત્રના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો.પતિની હત્યા કર્યા બાદ અને પતિ લાપતા છે એવો ઢોંગ કરી રીમા તેના પ્રેમી સાથે રોજેરોજ રંગરેલીયા મનાવતી હતી.જો કે સસરાએ પુત્રવધૂને તેના પ્રેમી સાથે રંગે હાથે પકડી લીધી હતી.આ પછી સસરાને શંકા જતા હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
પોલીસે દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરી અને પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં રીમાએ કબૂલ્યું હતું કે તેણે ક્રાઈમ પેટ્રોલને જોઈને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.આ પછી તેણે તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.