પ્રેમિકાના લગ્ન કોઈ બીજા યુવક સાથે થઇ ગયા તો લગ્નના ચોથા દિવસે જ પ્રેમી અને પ્રેમિકાએ એકસાથે જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું. – GujjuKhabri

પ્રેમિકાના લગ્ન કોઈ બીજા યુવક સાથે થઇ ગયા તો લગ્નના ચોથા દિવસે જ પ્રેમી અને પ્રેમિકાએ એકસાથે જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું.

આપણે ઘણા પ્રેમી પંખીડાઓને જોતા હોઈએ છીએ જે એકબીજા સાથે સાથે જીવવાની અને સાથે મરવાની કસમો ખાતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં પ્રેમી પંખીડા એકસાથે પોતાનું જીવન ટૂંકાવીને મોતને ભેટી પડ્યા હતા, આ કિસ્સો ભચાઉ તાલુકાના ચોપડવા ગામની નજીકથી આવ્યો હતો.

આ ગામની નજીક આવેલી ચિરઈવાડી વિસ્તારની વાડીમાં પંચમહાલ જિલ્લામાંથી એક યુવક તેની પ્રેમિકાને લઇને આવ્યો અને ત્યારબાદ બંને પ્રેમી પંખીડાએ એકસાથે પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આખા પંથકમાં ચકચાર મચી ગયો હતો, આ યુવતીના લગ્ન ચાર દિવસ પહેલાં જ બીજા યુવક સાથે થયા હતા.

ત્યારબાદ આ ઘટના બની એટલે આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હોય તેવું ગમગીન વાતાવરણ છવાઈ ગયું હતું, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ

અને આગળની તપાસ કરવાની શરૂ કરી. આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ચોપડવાના ગોવિંદ રઘુ દુબરીયાની વાડીમાં ગઈકાલના રોજ સવારના દસ વાગે દિનેશભાઈ અને કાજલએ એકસાથે પોતાનું જીવન ટૂંકાવી દીધું તો આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો.

દિનેશભાઈના મૃત્યુ બાદ તેમના સંબંધીએ જણાવ્યું કે ગયા વર્ષે વાડીમાં કામ કરવા માટે રહ્યો હતો અને ગઈકાલના રોજ કાજલને તેની સાથે લઈને આવ્યો, કાજલના ચાર દિવસ પહેલાં જ બીજા યુવક સાથે લગ્ન થયા હતા પરંતુ તે લગ્ન દિનેશ અને કાજલને મંજુર ન હતા એટલે બંને સાથે જીવી ન શક્યા એટલે બંનેએ એકસાથે પોતાના જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું.