પ્રખ્યાત ગાયક કલાકાર એવા ગમન ભુવાજી આજે તેમના પરિવાર સાથે જીવે છે ખૂબ જ આલીશાન જિંદગી,જુઓ તેમના પરિવાર સાથેની તસવીરો…. – GujjuKhabri

પ્રખ્યાત ગાયક કલાકાર એવા ગમન ભુવાજી આજે તેમના પરિવાર સાથે જીવે છે ખૂબ જ આલીશાન જિંદગી,જુઓ તેમના પરિવાર સાથેની તસવીરો….

દરેક મિત્રોએ ગમન સાંથલનું નામ તો સાંભળ્યું જ હશે, ગમન સાંથલ ગુજરાતના જાણીતા એવા ગાયક કલાકાર છે, ગમન સાંથલના લાખોની સંખ્યામાં આખા ગુજરાતમાં ચાહક મિત્રો છે, દરેક લોકો ગમન સાંથલને ગમન ભુવાજીના નામથી પણ ઓળખે છે, ગુજરાતની સાથે સાથે દેશ વિદેશના લોકો આજે તેમના અવાજના ખુબ જ દીવાના બની ગયા છે.

કોલેજમાં જતા યુવાનો પણ આજે તેમના ગીતો સાંભળે છે, તેથી આજે ગમન ભુવાજીના ગીતો ખુબ જ જાણીતા બન્યા છે, ગમન સાંથલના કાર્યક્રમને જોવા માટે હજારો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, તેથી ગમન સાંથલના કેટલાક વિડિઓ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયા છે,

આજે વિદેશમાં પણ ગમન સાંથલને લાખોની સંખ્યામાં ચાહક મિત્રો છે.ગમન ભુવાજીની આ સફળતા પાછળ પણ ઘણા સંઘર્ષ છુપાયેલા છે. તેથી દરેક લોકોને આજે ગમન ભુવાજીની આ સફળતા તો દેખાઈ રહી છે પણ તેની પાછળની આ મહેનત વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય,

ગમન ભુવાજીનો જન્મ ખુબ જ ગરીબ પરિવારમાં થયો હતો. ગમન ભુવાજીએ શાળાના સમયથી ગાવાની શરૂઆત કરી હતી.ગમન ભુવાજીએ આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, ગમન ભુવાજી પહેલા નાના નાના પ્રોગ્રામ કરતા હતા અને ત્યારબાદ ઘણી મહેનત બાદ ગમન ભુવાજીને મોટા મોટા પ્રોગ્રામ મળતા થયા હતા,

ગમન ભુવાજીની ઘણા વર્ષો બાદની મહેનત રંગ લાવી અને આજે ગમન ભુવાજી પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.ગમન ભુવાજીને પોતાના કરિયરમાં આગળ વધવા માટે તેમની પત્નીએ ખુબજ સાથ અને સહકાર આપ્યો છે.

તેથી આજે ગમન ભુવાજી તેમની પત્ની અને બાળકો સાથે પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહયા છે, ગમન ભુવાજી પાસે આજે તેમની મહેનતથી મોંઘી મોંઘી કાર અને મહેલ જેવું ઘર છે. ગમન ભુવાજી કલાકારની સાથે સાથે માતાજીની રમેણ કરવાનું પણ વધારે પસંદ કરે છે.