પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા પિતાની આ દીકરીએ દિવસ રાત મહેનત કરીને IAS અધિકારી બનીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું. – GujjuKhabri

પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા પિતાની આ દીકરીએ દિવસ રાત મહેનત કરીને IAS અધિકારી બનીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.

આપણે જોતા હોઈએ છીએ કે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમના બાળકો સારો અભ્યાસ કરીને તેમના જીવનમાં આગળ વધે અને તેમનું નામ રોશન કરે, તેવા આપણે ઘણા બાળકોને જોતા હોઈએ છીએ, જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને આખા પરિવારનું નામ દેશભરમાં રોશન કરતા હોય છે.

આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરીના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા, પોલીસ કોન્સ્ટેબલની દીકરીએ કલેકટર બનીને પોતાના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું, આ દીકરીનું નામ ઇશિતા રાઠી હતું. ઇશિતાનો જન્મ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો, ઇશિતાના પિતા પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા હતા.

તેથી ઇશિતાએ પણ તેના પિતાને જોઈને નક્કી કરી લીધું કે હું પણ એક દિવસ મોટી અધિકારી બનીશ અને મારા માતા પિતાનું નામ દેશભરમાં રોશન કરીશ, ઇશિતાએ તેના અભ્યાસ બાદ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી, ઇશિતાએ દિવસ રાત મહેનત કરવાની શરૂ કરી તો પણ ત્રણ વાર ઇશિતા યુપીએસસીની પરીક્ષામાં અસફળ રહી હતી.

તો પણ ઇશિતાએ હિંમત હાર્યા વગર તૈયારી કરવાની શરૂ રાખી અને ચોથા પ્રયાસમાં ઇશિતાએ આઠમો નંબર મેળવીને યુપીએસસી પરીક્ષા પાસ કરીને ઇશિતાએ પોતાનું અધૂરું સપનું પૂરું કર્યું, જે સમયે ઇશિતાના માતાપિતાને આ વાતની જાણ થઇ કે દીકરી આઈએએસ અધિકારી બની ગઈ તો ઇશિતાના માતાપિતાની આંખોમાંથી પણ ખુશીના આંસુ વહેવા લાગ્યા.

આથી ઇશિતાએ ચોથા પ્રયાસે UPSC પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, ઇશિતા IAS અધિકારી બની એટલે આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી અને પરિવારના લોકોએ મીઠાઈનો વહેંચણી કરીને ખુશીઓ મનાવી.