પોરબંદરમાં રહેતી યુવતીએ લાખો રૂપિયા આપીને નકલી પાસપોર્ટ બનાવ્યો,પરંતુ એરપોર્ટ પર એવી રીતે પકડાઈ તમે પણ જાણીને ચોકી જશો…. – GujjuKhabri

પોરબંદરમાં રહેતી યુવતીએ લાખો રૂપિયા આપીને નકલી પાસપોર્ટ બનાવ્યો,પરંતુ એરપોર્ટ પર એવી રીતે પકડાઈ તમે પણ જાણીને ચોકી જશો….

નકલી પાસપોર્ટ તૈયાર કરીને લંડન જઈ રહેલી મહિલાને ઈમિગ્રેશન ઓફિસરે પકડી હતી.હાલમાં વિદેશ જવાની ઉતાવળ અનેક લોકોને જોખમમાં મૂકી રહી છે.મહિલાએ નકલી પાસપોર્ટ બનાવવા માટે એક એજન્ટને રૂ. 50 લાખ આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.મૂળ ગુજરાત પોરબંદરની રહેવાસી લંડન જવા માટે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી.

એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીએ તેના પાસપોર્ટની તપાસ કરી હતી.અધિકારીએ પાસપોર્ટ જોઈને નકલી હોવાની શંકા જતાં આધારકાર્ડ માગ્યુ હતું.આધારકાર્ડ પણ ફોટો ખોટી રીતે લગાવ્યાનું સામે આવ્યું હતું. જે બાદ ઈમિગ્રેશન ઓફિસરે પોરબંદરની યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.

પોલીસે તેની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.તે લંડનમાં કાયમ માટે રહેવા જવા માગતી હતી.આ માટે તેણે એક એજન્ટની મદદ લીધી હતી.જેણે તેની પાસેથી રૂ. 50 લાખ લીધા હતા.તેણે તેનો પાસપોર્ટ ઈ કેટેગરીનો બનાવી આપ્યો હતો.જે ધોરણ 10થી ઓછું

ભણેલા લોકોને આપવામાં આવે છે.અધિકારીઓએ અંજનાની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે બોગસ પાસપોર્ટ એજન્ટ સેહજાદ પાસે બનાવડાવ્યો હોવાનું કબૂલ્યું હતું.સાથે તેણીએ જણાવ્યું કે તેનું નામ અંજના બાલુભાઈ ખુટી છે.તે પોરબંદરના પાન્ડવદર ગામની રહેવાસી છે.