પોરબંદરમાં દર્દીના પેટમાંથી ડોક્ટરે એવી વસ્તુ નીકાળી કે બધા લોકો જોઈને ચોકી ગયા…… – GujjuKhabri

પોરબંદરમાં દર્દીના પેટમાંથી ડોક્ટરે એવી વસ્તુ નીકાળી કે બધા લોકો જોઈને ચોકી ગયા……

પોરબંદરના એક દર્દીના ઓપરેશન દરમિયાન એવી વસ્તુઓ નીકળી કે તેને જોઇ ડૉક્ટરો પણ અવાક રહી ગયા.દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં ક્ષારયુક્ત પાણીના કારણે પથરીને લગતી સમસ્યાઓ લોકોને થતી જ હોય છે.પરંતુ દર્દીના પિત્તાશયમાંથી એવી વસ્તુ નીકળી કે ડોક્ટરની પણ આંખો ફાટી રહી ગઇ!

જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામના દર્દીને થોડા મહિના પૂર્વે પેટમાં ગેસ સહિતની તકલીફો તેમજ ઉલટી થતાં રિપોર્ટ કરાવ્યા હતા.તે દરમિયાન તેઓને પિત્તાશયની પથરી હોવાનું જાણવા મળ્યું હતું.તપાસ કર્યા બાદ ડોકટરે ઓપરેશનની સલાહ આપી હતી.જેથી તેમણે પોરબંદરની આનંદ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું.

ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી એક બે નહિ પરંતુ 330 જેટલી પથરીઓ નીકળી હતી.ત્યારે પથરીની સંખ્યા જોઈ ઓપરેશન કરનાર ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

ઓપરેશન કરનાર ડોક્ટરનું કહેવું છે કે પિત્તાશયની પથરીનું જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે વધુમાં વધુ 15 પથરીઓ દર્દીના પેટમાંથી નીકળતી હોય છે.પરંતુ એક સાથે 330 જેટલી પથરીઓ નીકળવી તે અચરજ પમાડે તેવું છે.ઓપરેશન બાદ દર્દીનું કહેવું છે કે હવે હું ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. મારી તબિયત સારી છે.મને પણ આટલી પથરીઓ પેટમાં હશે તેવો જરા પણ અંદાજ નહોતો.